ફેસબુક જે વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા વેબસાઇટ છે. જેમાં હવે ફેરફાર થવા જઇ રહ્યા છે. ફેસબુક હવે પોતાના પહેલા રૂપમાં જોવા મળશે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે કે હવે ફેસબુકના ન્યૂઝ ફીડ્સ પર તમારા મિત્રો અને સંબંધીઓના જાણકારી વધુ મળશે. ઝુકરબર્ગે જણાવ્યું હતુ કે તેમને ફેસબુક યુઝર્સ તરફથી પ્રતિક્રિયા મળી છે કે તેઓ તેમની પોતાની પર્સનલ મોમેન્ટસમાં બિઝનેસ સંબંધિત પોસ્ટ્સ, બ્રાન્ડ્સ અને મીડિયા સંબંધીત વસ્તુ તેમનામાંં અવરોધ સાબિત થાય છે. તેમની પોસ્ટ દ્રારા માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, અમારી સેવા માત્ર મજાના ઉપયોગ માટે જ નથી પરંતુ તે લોકો માટે ઉપયોગ માટે પણ છે. માર્ક ઝુકરબર્ગમાં આ પોસ્ટમાંથી પરથી એ સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં તમે ફેસબુકની ન્યૂઝ ફીડમાં મોટા ફેરફારો જોશો. ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે આ વર્ષે આ ફેરફાર સાથે, તે આશા રાખે છે કે લોકો ફેસબુક પર ઓછો સમય વિતાવે. તેમણે કહ્યું હતું કે, “આ પરિવર્તનથી મને આશા છે કે લોકો ફેસબુક પર ઓછો ખર્ચ કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.