જર્મનીની જાણીતી કાર કંપની બોશે એક મહત્વની સિદ્ધી હાંસિલ કરી છે. કંપનીની હેલ્થ કેર યૂનિટે કોરોના વાઈરસની તપાસ માટે એક ડિવાઈસ બનાવ્યું છે, જેના દ્વારા લગભગ અઢી કલાકની અંદર રિપોર્ટ ખબર પડી જશે કે તમે કોરોનાથી સંક્રમિત છો કે નહીં. તેના માટે લેબમાં કોઈ સેમ્પલ પણ લઈ જવાની જરૂર નથી. આ ડિવાઈસથી 24 કલાકમાં 10 ટેસ્ટ સરળતાથી કરી શકાય છે. હાલ ડિવાઈનું જર્મનીની હોસ્પિટલ, લેબ અને મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આ દ્વારા બેક્ટેરિયા અને વાઈરલ બિમારીઓની રેન્જની પણ ભાળ મેળવી શકાશે. બોશ કંપનીનું કહેવું છે કે આ ડિવાઈસ જર્મની અને દુનિયાની માર્કેટમાં એપ્રિલ મહીનાથી વેચાણ શરૂ થઈ જશે. જો કે, અત્યાર સુધી જે ટેસ્ટ ઉતાવળમાં કરવામાં આવી રહ્યા છે, તે વિશ્વાસપાત્ર હતા કે કેમ તે મોટી મુશ્કેલી છે. પરંતુ બોશ દ્વારા બનાવાયેલા આ ડિવાઈસ વિશે કહેવામાં આવી રહ્યું છે કે લેબમાં કરવામાં આવેલા વિવિધ ટેસ્ટમાં 95% પરિણામ ચોક્કસ છે. બોશ કંપનીએ કહ્યું કે, આ ડિવાઈસ WHO ના તમામ ટેસ્ટ ધોરણોને પુરા કરે છે. બોશ કંપનીના પ્રમુખ ફોલ્કમર ડેનરનું કહેવું છે કે, આ ડિવાઈસ દ્વારા કોરોનાથી સંક્રમિત લોકોની ઓળખ થઈ શકશે અને તેમને આઈસોલેટ કરી શકાશે. આ જીવલેણ વાઈરસ વિરુદ્ધ લડાઈમાં સમય મહત્વનો હોય છે. આ ડિવાઈસનો સૌથી મોટો ફાયદો ઓછામાં ઓછા સમયમાં ટેસ્ટનું પરિણામ મેળવવાનું છે.