ચીનમાં 14 વર્ષથી એક મહિલાને ઉધરસ મટતી નહોતી. વર્ષોથી સામાન્ય ઉધરસ સમજીને દવાઓ લઇ રહી હતી. હોસ્પિટલમાં પણ તે તપાસ માટે ગઈ નહોતી. થોડા સમય પહેલાં આ મહિલા અન્ય એક બીમારીની સારવાર માટે હોસ્પિટલ પહોચી ત્યારે તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ખબર પડી કે તેના ફેફસાંમાં એક મરઘીનું હાડકું ફસાયેલું છે. આ મહિલા 8 વર્ષની હતી તે સમયથી તેને ખાંસી આવી રહી હતી. 22 વર્ષીય મહિલાને બ્રોન્કાઇટિસ બીમારી છે. શ્વાસનળી ડેમેજ થવાથી આ બીમારી થાય છે અને ઉધરસ દરમિયાન ચીકણું પ્રવાહી પણ નીકળે છે. મહિલા ઘણા સમયથી એન્ટિબાયોટિક્સ લેતી હતી. સારવાર માટે તેણે ઘણા બધા ડોક્ટર પણ બદલ્યા પણ 14 વર્ષ પછી ચોકાવનારી હકીકત સામે આવી.