સેક્સ એ કુદરતે આપેલી સ્ત્રી પુરુષોની અણમોલ ભેટ છે. દરેક નર માદામાં સંભોગથી જ વંશવેલો આગળ વધે છે. ઘણી વખત વધુ બાળકો ન જોતા હોય તેવા કપલ પણ કોન્ડોમનો ઉપયોગ કરે છે. તો નવા યુવાન કપલો બાળકનું પ્લાનિંગ ન હોય તો તેઓ પણ સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરે છે. કોન્ડોમનો ઉપયોગ હવે ધીમે ધીમે વધી રહ્યો છે. કોઈ અનજાન વ્યક્તિ સાથેના સંભોગમાં પણ કોન્ડોમનો ઉપયોગ થતો હોય છે. સંભોગ દરમિયાન અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા તેમજ જાતીય રોગોથી દૂર રહેવા કે અન્ય કોઈ અનજાન વ્યક્તિ સાથે સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. કોન્ડોમના ઉપયોગ મોટા ભાગના લોકો લાંબા સમયથી કરતા હોય છે પરંતુ તમે પણ આવી જ ભૂલ ક્યાંક કરી રહ્યા છો પરંતુ તમે તેને જાણતા નથી. અહીં આજે સેક્સ દરમિયાન કોન્ડોમ સંબંધિત કેટલીક આવી જ ભૂલો વિશે વાત કરી રહ્યા છીએ.
દાંત વડે પેકેટ ખોલવાની ભૂલ તો મોટા ભાગે બધા જ કરે છે
કોન્ડોમના પેકેટને તોડવામાં પણ સાવધાની રાખવી જોઈએ. તે પણ એક કળા છે. જો તમે પણ દાંત અથવા નખ વડે કોન્ડોમનું પેકેટ ખોલો છો, તો આજ પછીની આવી ભૂલનું પુનરાવર્તન ન કરતા. તમે હંમેશાં કોન્ડોમના પેકેટને દાંત અથવા નખથી ખોલીને નુકસાન પહોંચાડી શકો છો, તેથી સાવચેત રહો અને તમારા દાંતથી કોન્ડોમ પેકેટ ખોલવાની ભૂલ ક્યારેય ન કરો.
કોન્ડોમને ઉપયોગ પહેલાં ધ્યાનથી તપાસી લો
કોન્ડોમ વાપરતા પહેલા તપાસો કે તે ક્યાંકથી ફાટેલો નથી અથવા પેકેટ તોડતા સમયે કપાઈ તો નથી ગયો ને,કારણ કે જો આવું થાય છે, તો આવા કોન્ડોમનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી.
સેક્સ ક્રિયા ચાલુ થયા પછી કોન્ડોમનો ઉપયોગ
આ ભૂલો તો મોટા ભાગના પુરુષો કરતા હોય છે. સેક્સ ક્રિયા ચાલુ થયા બાદ જ વચ્ચે કોન્ડોમ પહેરતા હોય છે. આમ કરવાથી પુરુષ અને સ્ત્રી બંનેને જાતિય રોગ થવાનું જોખમ રહેલું છે.તેથી એવું ક્યારેય ન કરો. સેક્સ પ્રક્રિયા ચાલુ કર્યા પહેલા જ એટલે કે જાતિય પ્રવૃતિ ચાલુ થયા પહેલા જ કન્ડોમ પહેલી લો.
કોન્ડોમ ફરીથી ન વાપરો
ઘણાં એવા માણસો પણ હોય છે. જ્યાં કોન્ડોમ સરળતાથી ન મળતા હોય તેવા વિસ્તારમાં કોન્ડોમનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ માને છે કે જો કોન્ડોમમાં સ્ખલન – વિર્યપાત ન કર્યું હોય તો પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. આવી ભૂલ તમને બંનેને સંક્રમિત કરી શકે છે અથવા બીજી વખતના ઉપયોગ દરમિયાન કોન્ડોમ ફાટી જશે તો પ્રેગનન્સી પણ રહી જશે. કોઈપણ કોન્ડોમનો ઉપયોગ ફક્ત એક જ વાર કરો, ફરીથી તેનો ઉપયોગ કરવાની ભૂલ ન કરો.
એક્સપાયરી ડેટને ખાસ ચેક કરજો
પુરુષો દ્વારા સંભોગના એક્સાઈટમેન્ટમાં આ ભૂલ થતી હોય છે. કોન્ડોમ ખરીદ્યા બાદ સેક્સ ઓર્ગેઝમ પહેલાં જ કોન્ડોમ ચેક કરી લો. આ ભૂલ પણ પુરુષો વધુ કરતા હોય છે. એક વખત તમે પૂરું પેકેટ ખરીદી લીધું. પરંતુ તેનો ઉપયોગ ના કર્યો પછી એમાંથી એકાદ બે વાપર્યા. અને બાકીના એમજ રહેવા દીધા. ઘણા દિવસો પછી તેને નીકાળીને ચેક કર્યા વિના જ ઉપયોગ કરી નાંખ્યો. એક્સપાયર થવાને કારણે કોન્ડોમ તમને જરૂરી સુરક્ષા નહીં આપે. અને તમે ઇન્ફેક્શનના શિકાર બની શકો છો. એટલા માટે તમે આવી ભૂલ તો કરતા જ નહીં.