નવી દિલ્હી : વાસ્તવિક નિયંત્રણની લાઇન પર તણાવ વધી રહ્યો છે. ભારતીય સેનાના વડા, જનરલ એમએમ નરવણે જણાવ્યું છે કે પરિસ્થિતિ ખૂબ નાજુક અને ગંભીર છે. આપણે જે પગલાં લીધાં છે તે ઐતિહાસિક છે. આપણે આપણી સુરક્ષા માટે તમામ વ્યૂહાત્મક પગલા લીધા છે. છેલ્લા 3 મહિનાથી પરિસ્થિતિ તંગ છે. અમે સંવાદ દ્વારા પરિસ્થિતિનો સામનો કરીશું.
ભારત અને ચીન વચ્ચે આજે સેનાની પાંચમાં રાઉન્ડની વાતચીત
લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર તણાવભરી સ્થિતિ યાથવત છે. દરમિયાન, ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ આ મુદ્દાને વાતચીત દ્વારા હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂશુલમાં સવારે 10 વાગ્યાથી પાંચમાં રાઉન્ડની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ચીન દ્વારા અનેક મુદ્દા ઉભા કરવામાં આવશે. આ પહેલા ચાર રાઉન્ડની બેઠક અનિર્ણિત રહી છે.