૨૬ જાન્યુઆરી ૨૦૧૯ની ગણતંત્ર દિવસ પરેડમાં ભારતના મુખ્ય મહેમાન અમેરીકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ બની શકે છે ભારતે આ માટે ટ્રમ્પને આમંત્રણ આપ્યું છે. જો ભારત હજી અમેરીકાના જવાબની રાહ જોઇ રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયા રીપોર્ટ અનુસાર ભારતે અમેરીકાને આ આમંત્રણ એપ્રિલમાં મોકલ્યું છે જણાવાઇ રહ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન ભારતના આમંત્રણ પર વિચારી રહ્યું છે ભારતે અમેરીકાને બંન્ને દેશોની ઘણઈ રાજકીય ચર્ચાઓ પછી આમંત્રણ આપ્યું છે. એવું માનવામાં આવે છે કે જો અમેરીકી રાષ્ટ્રપતિ ભારતનું આમંત્રણ સ્વીકારશે તો બંન્ને દેશોની વિદેશ નિતી માટે મોદી સરકારની એક મોટી સફળતા ગણાશે. ટ્રંપ જો મુખ્ય મહેમાન બનવાની હા પાડશે તો બીજીવાર એવું બનશે કે અમેરીકન રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન બન્યા હોય. આ પહેલા ૨૦૧૫માં અમેરીકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન બન્યા હતા. ૨૦૧૬માં અબુધાબીના શાહજાદા મોહમ્મદ બિન જાયેદે મુખ્ય મહેમાન બનવાનું ભારતનું આમંત્રણ સ્વીકાયું હતું. જો ટ્રમ્પ ભારતના આમંત્રણનો સ્વીકાર કરશે તો એટલું તો નક્કી જ છે કે આ યાત્રા દરમ્યાન જે વાયદાઓ અપાશે તે બરાક ઓબામાની યાત્રા કરતા પણ વધુ નાટકીય હશે. અત્યારે લગભગ દુનિયાના દરેક મોટા દેશો માટે ટ્રમ્પ સાથે સંબંધોને સામાન્ય રાખવા પડકાર રૂ.પ બન્યા છે. ટ્રમ્પનો ગરમ મિજાજ અને ચીડીયા પણું બીજા નેતાઓ સાથે આમુજય ગોઠવવામાં પડકાર રૂ.પ છે. આ દરમ્યાન જો ભારત કંઇક અલગ વિચારતું હોય તો તે અપવાદ રૂ.પ બનશે. ભારત-અમેરીકા સંબંધોમાં કેટલાક પડકારો છે જેમકે બંન્ને દેશોના વેપારમાં વેરાઓ, ઇરાન સાથે ભારતના ઉર્જા કરાશે અને ભારતની રશિયા સાથે એસ-૪૦૦ મીસાઇલ અંગેની રક્ષા સમજુતિ અમેરીકાની મુખ્ય ચિંતા બનેલી છે. જો કે આવાજ કેટલાક મામલાઓ ઓબામાના કાર્યકામ દરમ્યાન પણ હતા. મોદી સરકારને આશા છે કે અમેરીકા ભારતને ઇરાન સાથે સંબંધો છતા પણ કેટલીક છુટકાર આપશે. ટ્રંપ પ્રશાસને ઇરાનથી કાચા તેલની આયાત કરતા દેશો પર પ્રતિબંધ મુકવાની ધમકી આપેલી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.