અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પત્રકારો સાથેનાં ગેરવર્તણૂંકને લઈને વિવાદમાં આવ્યા છે. કોરોના વાયરસ અંગે CBS ન્યૂઝનાં પત્રકાર વીજિયા જિયાંગ અને સીએનએનનાં કેથલાન કોલિન્સ સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. ટ્રમ્પે અચાનક જ પ્રેસ કોન્ફરન્સનો અંત કર્યો. જિયાંગે ટ્રમ્પને પૂછ્યું હતું કે. “તેઓ કેમ સતત ભાર મૂકી રહ્યા છે કે અમેરિકા અન્ય દેશોની તુલનામાં વાયરસનાં ટેસ્ટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે”.
બાદામં જિયાંગે પૂછ્યું, આ કેમ ખાસ છે? આ વૈશ્વિક સ્પર્ધા કેમ? જ્યારે આપણે જોઈએ છીએ કે દરરોજ અમેરિકનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “દરેક જગ્યાએ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને તમારે આ સવાલ ચીનને પૂછવો જોઈએ.” મને આ પૂછશો નહીં. આ પછી, જિયાંગે પૂછ્યું, ” આ બાબત ખાસ તમે મને શા માટે પૂછી રહ્યા છો?” જ્યારે કોલિન્સે પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સનો અંત કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા.