Trump on India-Pakistan અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમના વહીવટીતંત્ર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધ અટકાવવામાં આવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમારા દબાણ અને મધ્યસ્થીથી બંને દેશોએ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.” તેમણે ઉમેર્યું કે, “અમે પરમાણુ યુદ્ધ અટકાવ્યું, જેનાથી લાખો લોકોના જીવ બચ્યા.”
ટ્રમ્પના આ નિવેદનને લઈને વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, “અમે બંને દેશો વચ્ચે ગોળીબારી રોકવા પર સંમત થયા છીએ.” આ યુદ્ધવિરામ ભારતના ઓપરેશન સિંદૂર પછી થયો છે, જેમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકી કેમ્પો પર હુમલો કરવામાં આવ્યો હતો.
#WATCH पाकिस्तानी सेना प्रमुख असीम मुनीर से मुलाकात के बारे में पूछे जाने पर अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा, "मैंने युद्ध रोक दिया। मैं पाकिस्तान से प्यार करता हूं। मुझे लगता है कि मोदी एक शानदार व्यक्ति हैं। मैंने कल रात उनसे बात की। हम पीएम मोदी के साथ व्यापार समझौता… pic.twitter.com/4j5aATH3GF
— ANI_HindiNews (@AHindinews) June 18, 2025
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથેની મુલાકાત વિશે પૂછવામાં આવતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “મેં યુદ્ધ બંધ કરી દીધું. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. મને લાગે છે કે મોદી એક અદ્ભુત વ્યક્તિ છે. મેં ગઈકાલે રાત્રે તેમની સાથે વાત કરી. અમે પીએમ મોદી સાથે વેપાર સોદો કરવા જઈ રહ્યા છીએ.”
તેમણે વધુમાં કહ્યું કે મેં પાકિસ્તાન અને ભારત વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું. આ વ્યક્તિ (અસીમ મુનીર) એ પાકિસ્તાન તરફથી અને પીએમ મોદીએ ભારત તરફથી તેને રોકવામાં ખૂબ જ પ્રભાવશાળી ભૂમિકા ભજવી. બંને પરમાણુ સમૃદ્ધ દેશો છે, તેમને રોકવા પડશે. મેં બે મુખ્ય પરમાણુ રાષ્ટ્રો વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું.