દુનિયાભરના મેડિકલ સમુદાયે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના એ નિવેદનની આકરી ટીકા કરી હતી જેમાં તેમણે કહ્યું કે કોરોના વાઈરસની સારવાર માટે દર્દીઓને બ્લીચના ઈન્જેક્શન મારી દેવા જોઈએ. એ જોવાની મજા પડશે કે તેનાથી તે સાજા થઇ શકે છે. ગુરુવારે રાત્રે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, ફેફસાંમાં ડિસઇન્ફેક્ટન્ટ મોકલવાથી કોરોનાને નષ્ટ કરી શકાય છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે શોધમાં જાણ થઇ છે કે સૂર્યપ્રકાશ અને ગરમીથી કોરોના વાઇરસનો ખાત્મો કરી શકાય છે એટલા માટે તમારા શરીર પર અલ્ટ્રા વાયોલેટ કિરણોનું રેડિયેશન લો, તે પછી અમેરિકાના અનેક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પનાં સૂચન બેજવાબદાર અને ઘાતક છે. સૂચનો પર અમલ કરવાથી મૃત્યુ થઈ શકે છે. કોઈ પણ પ્રકારની ક્લીન્ઝિંગ પ્રોડક્ટનું ઈન્જેક્શન લગાવવા કે તેનું સેવન ઘાતક સાબિત થશે.

President Donald Trump speaks about the coronavirus in the Rose Garden of the White House, Tuesday, April 14, 2020, in Washington. (AP Photo/Alex Brandon)