Trump Steel Tariff Hike અમેરિકા–ચીન ટ્રેડ ટેન્શન વધ્યું: ટ્રમ્પે સ્ટીલ ટેરિફ 50% સુધી વધાર્યા
Trump Steel Tariff Hike અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સહિત વિદેશી સ્ટીલ આયાત પર 25% થી વધારીને 50% ટેરિફ લગાડવાનો મોટો નિર્ણય લીધો છે. પેન્સિલવેનિયાના મોન વેલી વર્ક્સ, ઇર્વિન પ્લાન્ટમાં થયેલા ભાષણ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે આ પગલાંથી સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને મજબૂતી મળશે અને અમેરિકી ઉદ્યોગ વધુ આત્મનિર્ભર બનશે.
ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે “અમેરિકાનું ભવિષ્ય શાંઘાઈના સસ્તા સ્ટીલ પર નહીં પરંતુ પિટ્સબર્ગના ગૌરવ અને શક્તિ પર આધાર રાખે.” તેમણે ચીનના સસ્તા સ્ટીલ સામે કડક વલણ દાખવ્યું અને રાષ્ટ્રિય ઉદ્યોગોની સુરક્ષા માટે ટેરિફ વધારો ફરજિયાત હોવાનું જણાવ્યું.
ટેરિફ વધારાનો સીધો અસર ઘર બનાવટ, ઓટોમોબાઈલ અને બાંધકામ ક્ષેત્રમાં જોવા મળી શકે છે. આ ઉદ્યોગો સ્ટીલ પર મોટા પ્રમાણમાં આધારિત હોય છે, અને ટેરિફ વધારાથી ઉત્પાદનમાં ખર્ચમાં વધારો નિશ્ચિત ગણાય છે. નોંધપાત્ર બાબત એ છે કે 2018માં જ્યારે પહેલીવાર ટ્રમ્પએ સ્ટીલ ટેરિફ લાગુ કર્યા હતા ત્યારે સ્ટીલના ભાવમાં અંદાજે 16%નો વધારો નોંધાયો હતો.
ટ્રમ્પના નવા આર્થિક અભિગમ પાછળ એક મુખ્ય ઉદ્દેશ યુએસ સ્ટીલ અને જાપાનની નિપ્પોન સ્ટીલ વચ્ચેનો વિવાદાસ્પદ સોદો પણ છે. આ સોદા હેઠળ નિપ્પોન યુએસ સ્ટીલને ખરીદશે, પણ ટ્રમ્પે વચન આપ્યું છે કે કંપની પર નિયંત્રણ અમેરિકા પાસે જ રહેશે.
પરંતુ યુનાઇટેડ સ્ટીલવર્કર્સ યુનિયને આ સોદા સામે અવાજ ઉઠાવ્યો છે. યુનિયનની દલીલ છે કે નિપ્પોનનો અદભુત દાવો છે કે માલિકી વિના તે અમેરિકા સ્ટીલ ફેક્ટરીમાં રોકાણ નહીં કરે. જો નિપ્પોનને માલિકી મળી જાય છે, તો યુએસ સ્ટીલ technically અમેરિકન કંપની નહિ રહે – જેથી ટેરિફના લાભો અસરસકારક બની શકે છે.
ટ્રમ્પના આ નિર્ણયથી એક બાજુ સ્થાનિક ઉદ્યોગોને ટેકો મળી શકે છે, તો બીજી બાજુ વૈશ્વિક વેપાર સંબંધો વધુ પડકારજનક બની શકે છે.