Tsunami In Japan: જાપાનમાં ભારતીય દૂતાવાસે જાપાની દ્વીપસમૂહમાં ભારતીય નાગરિકો માટે કટોકટી સંપર્ક નંબર જારી કર્યા છે. જાપાનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે સંપર્ક કરવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે, કારણ કે મધ્ય જાપાનમાં સોમવાર, 1 જાન્યુઆરીએ શ્રેણીબદ્ધ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.
જાપાનમાં સોમવારે 90 મિનિટના ગાળામાં ઓછામાં ઓછા 21 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સત્તાવાર નિવેદન અનુસાર, તમામ આંચકા રિક્ટર સ્કેલ પર 4.0 થી વધુ માપવામાં આવ્યા હતા. સૌથી શક્તિશાળી ભૂકંપ રિક્ટર સ્કેલ પર 7.6 માપવામાં આવ્યો હતો.
જાપાનમાં ભારતીય દૂતાવાસે જાપાની દ્વીપસમૂહમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ માટે સંપર્ક નંબર જાહેર કર્યા છે. (Tsunami In Japan)
જાપાનમાં ભારતીયોએ કોઈપણ સહાયતા માટે નીચેના ઇમરજન્સી નંબરો ડાયલ કરવા જોઈએ:
+81-80-3930-1715 (શ્રી યાકુબ ટોપનો)
+81-70-1492-0049 (શ્રી અજય સેઠી)
+81-80-3214-4734 (શ્રી ડી.એન. બરનવાલ)
+81-80-6229-5382 (શ્રી એસ. ભટ્ટાચાર્ય)
+81-80-3214-4722 (શ્રી વિવેક રાઠી)
જાપાનમાં ભારતીયો કોઈપણ સહાયતા માટે નીચેના ઈમેલ દ્વારા સંપર્ક કરી શકે છે:
[email protected]
Embassy of India in Japan issues emergency contact numbers for Indian citizens following a strong earthquake and tsunami warnings pic.twitter.com/Ge1zdp1kVP
— ANI (@ANI) January 1, 2024