Twitter (X) down again:ટ્વિટર એટલે કે X બીજી વખત ડાઉન થયું
Twitter (X) down againસોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલાં Twitter તરીકે ઓળખાતું) 24 કલાકની અંદર બીજી વખત ડાઉન થઈ ગયું છે, જેના કારણે વિશ્વભરના હજારો વપરાશકર્તાઓને લોગિન અને અન્ય સેવાઓમાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારતીય વપરાશકર્તાઓ પણ આ અસરથી વંચિત નથી.
ડાઉનડિટેક્ટર વેબસાઇટના આંકડાઓ મુજબ, X એપ્લિકેશન અને વેબસાઇટ 4:19 PM IST નજીક ડાઉન થઈ હતી અને લગભગ 34,000 લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ત્યારબાદ આઆઉટેજ ધીમી ગતીથી ઘટીને 1,500 પર આવી ગયો હતો. આમાં, 61% વપરાશકર્તાઓએ એપમાં પ્રોબ્લેમ્સ જાહેર કર્યા અને 38% વપરાશકર્તાઓએ વેબસાઇટ અથવા બ્રાઉઝરમાં સમસ્યા જણાવી. ઘણા વપરાશકર્તાઓએ લોગિન કરતી વખતે “વેલકમ ટુ X” સંદેશ પણ જોયા હતા.
X પર સમસ્યાઓનું કારણ શું છે?
ટ્રેકિંગ સાઇટ ડાઉનડિટેક્ટરે જણાવ્યુ કે આ તાજેતરની સમસ્યા ટેકનિકલ ખામીના કારણે થઇ હતી. આ 24 કલાકની અંદર X માટે બીજીવાર આવો આઉટેજ થયો છે, જે વપરાશકર્તાઓ માટે મુશ્કેલીભર્યો રહ્યો. શુક્રવારે પણ X સ્લો થઈ ગઇ હતી અને લોકોએ 503 જેવી ભૂલ સંદેશાઓ મળ્યા. આ દરમિયાન, કંપનીએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ અણધાર્યા ડાઉનટાઇમના સમય દરમિયાન, કંપનીના માલિક એલોન મસ્ક વ્હાઇટ હાઉસના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીમાં તેમના પદ પરથી રાજીનામું આપવાના હતા, જે ચર્ચાનું વિષય બન્યું છે.
સેવા પુનઃસ્થાપિત થયા પછી, વપરાશકર્તાઓએ મીમ્સ અને જવાબ આપવાનું શરૂ કર્યું, પરંતુ કંપની તરફથી હજુ સુધી આ સમસ્યા અંગે કોઈ સ્પષ્ટતા નથી મળી. હાલમાં X નોર્મલ રીતે ચાલતું દેખાય છે. આ ઉપરાંત, તાજેતરમાં Xએ ભારત સરકારની સૂચના અનુસાર 8,000થી વધુ એકાઉન્ટ્સ બ્લોક કરવાના હોવાનું જાહેર કર્યું છે, જે પણ ચર્ચામાં છે.