સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ધીમે ધીમે જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. મોટાભાગના પ્રતિબંધોમાં છૂટ આપવામા આવી છે. જોકે કોરોનાને રોકવા માટે હજુ પણ અમુક પ્રતિબંધ લાગૂ છે. દુબઇમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. અહીં રિકવરી રેટમાં વધારો થયો છે અને સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો છે.
નિયમભંગ બદલ દંડ:
- UAEની રાજધાની અબૂધાબીમાં 23 જૂન સુધી મુવમેન્ટ પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. આખા દેશમાં માસ્ક પહેરવું જરૂરી છે.
- નિયમોનું ચૂસ્તપણે પાલન થાય તેના માટે આકરો દંડ નક્કી કરવામા આવ્યો છે. જો માસ્ક વિના કોઇ પકડાય તો ત્રણ હજાર દિરહમ(લગભગ 60 હજાર રૂપિયા)નો દંડ છે.
- અગાઉ શોપિંગ મોલ, પબ્લિક સેક્ટર બિઝનેસને 30 ટકા સ્ટાફ સાથે કામ ચાલુ કરવાની મંજૂરી આપવામા આવી હતી. હવે વાયરસ કાબૂમાં હોવાથી સંપૂર્ણ ક્ષમતા સાથે દરેક સેન્ટર કામ કરી રહ્યા છે.
- અધિકારીઓની મંજૂરી મળશે ત્યારબાદ દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ ખોલવામા આવશે.
- UAEમાં લગભગ 190થી વધુ દેશના નાગરિકો રહે છે. તેમાંથી મોટાભાગના દરરોજ સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરે છે. બસ અને મેટ્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. મહામારીના લીધે અહીં ઘણા લોકોની નોકરી જતી રહી છે અને ઘણા લોકોના પગારમાં પણ કપાત થયો છે.