નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર પર મજબૂત સંકજો કસ્યો છે. એન આઇ એ દ્ઘારા મુંબઈના વેસ્ટર્ન સબર્બન વિસ્તારમાં મોડી રાતે દરોડા પાડીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ દાઉદ માટે નાણાં જમા કરાવતા હતા. થોડા સમય પહેલા બંને આરોપીઓને સ્પેશિયલ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ કોર્ટે બંનેને 20 મે સુધી કેન્દ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા છે.
હાલ પકડાયેલા બંને આરોપીની ઓળખ આરીફ અબુબકર શેખ (59) અને શબ્બીર શેખ (51) તરીકે થઈ છે. આરોપ છે કે આ બંને બોલિવૂડના લોકોને ટેરર ફંડિંગ એકત્ર કરવા માટે ધમકાવતા હતા.આ NIAટીમને મજબૂત પુરાવા મળ્યા છે કે આ બંને દાઉદના જમણા હાથ છોટા શકીલના સીધા સંપર્કમાં હતા. ઈન્ટરપોલે શકીલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. સુરક્ષાના કારણોસર NIAએ હાલ બંનેને ગુપ્ત જગ્યાએ રાખ્યા છે.
મુંબઈમાં સતત ભંડોળ એકત્ર કરી રહેલા દાઉદ સાથે જોડાયેલા અંગે NIA જણાવ્યું હતું કે ડી-કંપનીના આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્કમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ હાજી અનીસ, છોટા શકીલ, જાવેદ પટેલ અને ટાઈગર મેમણ સાથે જોડાયેલા આતંકવાદીઓનો સમાવેશ થાય છે. દાઉદ મુંબઈમાં ફંડ એકઠું કરવા માટે સતત કામ કરી રહ્યો છે.