પાકિસ્તાનમાં બેરોજગારી ચરમસીમાએ, પટાવાળાની એક પોસ્ટ માટે 15 લાખથી વધુ અરજીઓ
પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. હાલમાં, બેરોજગારીનો દર ત્યાં સૌથી વધુ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 15 લાખથી વધુ લોકોએ ત્યાં હાઇકોર્ટમાં પટાવાળાના એક પદ માટે અરજી કરી છે.
સોમવારે પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ (PIDE) ના ડેટા અનુસાર, પાકિસ્તાનમાં બેરોજગારીનો દર 16 ટકા સુધી પહોંચી ગયો છે, જે ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકારના 6.5 ટકાના દાવાને છતી કરે છે.
પાકિસ્તાનમાં 24% શિક્ષિત લોકો બેરોજગાર છે
ડોનમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, PIDE એ બેરોજગારીના વધતા દરની સમસ્યાનો ખુલાસો કર્યો છે. પીઆઈડીઆઈ અનુસાર, અત્યારે પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 24 ટકા શિક્ષિત લોકો બેરોજગાર છે. આયોજન અને વિકાસ અંગેની સેનેટની સ્થાયી સમિતિને આપેલી બ્રીફિંગમાં PIDE એ કહ્યું કે દેશભરમાં 40 ટકા શિક્ષિત મહિલાઓ (અંડરગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ) પણ બેરોજગાર છે.
પટાવાળાની એક પોસ્ટ માટે 15 લાખ અરજીઓ આવી
અહેવાલો અનુસાર, તાજેતરમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં ઓછામાં ઓછા 15 લાખ લોકોએ હાઈકોર્ટમાં પટાવાળાના પદ માટે અરજી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે નોકરી માટે અરજી કરનારાઓમાં એમફિલ ડિગ્રી ધારકો પણ સામેલ હતા. PIDE ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી સ્તરે કોઈ સંશોધન કરવામાં આવતું નથી, તેમણે ઉમેર્યું હતું કે આવા તમામ અભ્યાસ વિદેશથી હાથ ધરવામાં આવ્યા હતા. સમિતિએ કહ્યું કે દેશમાં ઘણી સંશોધન સંસ્થાઓ ચાલી રહી છે, પરંતુ સંશોધનના ઉદ્દેશો પૂરા થઈ રહ્યા નથી.
દરમિયાન, બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) દ્વારા પ્રકાશિત લેબર ફોર્સ સર્વે (LFS) મુજબ, પાકિસ્તાનની બેરોજગારી 2017-18માં 5.8 ટકાથી વધીને 2018-19માં 6.9 ટકા થઈ છે. સરકારને રોજગારીની ચિંતા નથી. જોકે, ઈમરાન સરકાર પાકિસ્તાની યુવાનોને આતંકવાદીઓની ટુકડીમાં સામેલ કરવામાં વધુ રસ ધરાવે છે.