Tariff War અમેરીકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધમાં રાહત: ટેરિફમાં 115% નો ઘટાડો, 90 દિવસ માટે કરાર
Tariff War અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વેપાર યુદ્ધમાં મોટી ઢીલ જોવા મળી છે. બંને દેશોએ ટેરિફ સંબંધિત વિવાદને શાંત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જીનિવાની બેઠક બાદ હવે બંને દેશો 90 દિવસ માટે એકબીજાના માલ પર લાગતાં ટેરિફમાં મોટો ઘટાડો કરવા માટે રાજી થયા છે.
વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે થયેલા કરાર અનુસાર, હવે અમેરિકાએ ચીનથી આયાત થતાં માલ પર લગાવાતા ટેરિફને 145% પરથી ઘટાડીને 30% કરી દીધો છે, જ્યારે ચીન તરફથી અમેરિકન માલ પર લાગતો ટેરિફ 125% હતો, જેને હવે 10% પર લાવવામાં આવ્યો છે. બંને દેશોએ મળીને 115%નો પારસ્પરિક ટેરિફ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી 90 દિવસ માટે લાગુ રહેશે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે, “અમારા માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે. અમે આશા રાખીએ છીએ કે ચીનનું બજાર હવે અમેરિકન ઉત્પાદનો માટે વધુ ખુલ્લું બનશે.”
US to cut tariffs on Chinese goods to 30%, Beijing to tax 10% for 90 days
Read @ANI Story | https://t.co/RvrgTvmIXd#US #India #tariffs pic.twitter.com/2BoWrMsVgD
— ANI Digital (@ani_digital) May 12, 2025
ચીનના વાણિજ્ય મંત્રાલય તરફથી પણ આ કરારનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેઓએ આશા વ્યક્ત કરી છે કે આ નિર્ણય વૈશ્વિક વેપાર માટે સકારાત્મક સાબિત થશે. મંત્રાલયે જણાવ્યું કે ટેરિફ ઘટાડો ‘વિશ્વના સામાન્ય હિત’ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
આ કરાર જિનેવામાં થયેલી ઉંચી સ્તરની બેઠક પછી જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ચીન તરફથી નાયબ વડા પ્રધાન હે લિફેંગ અને અમેરિકા તરફથી સ્કોટ બેસન્ટ હાજર રહ્યા હતા. બંને દેશોએ 14 મે થી શરૂ થતા આ કરારને અમલમાં મૂકવાનો નક્કી કર્યો છે અને સાથે સાથે ભવિષ્યમાં વધુ વાટાઘાટો માટે પણ માર્ગ ખુલ્લો રાખ્યો છે.
આ કરાર અંતર્ગત બંને દેશો આગામી તબક્કામાં વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નિયમિત બેઠક યોજશે. આવનારા દિવસોમાં આ વાટાઘાટીઓ અમેરિકામાં, ચીનમાં અથવા સંમત તૃતીય દેશમાં યોજાઈ શકે છે.