નવી દિલ્હી : અમેરિકાએ ભારતની ચાર્ટર એરલાઇન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. યુએસનું કહેવું છે કે ફ્લાઇટ્સ અયોગ્ય વર્કિંગ સિસ્ટમ હેઠળ કાર્યરત હતી અને આ બંને દેશો વચ્ચે ઉડ્ડયન સંધિનું ઉલ્લંઘન પણ છે. યુએસ એર સર્વિસ એગ્રીમેન્ટ મુજબ ભારતીય એરલાઇન્સને ચાર્ટર ફ્લાઇટ માટે અરજી કરવાની રહેશે.
શું આરોપ છે?
યુએસ સરકારના પરિવહન વિભાગે આરોપ લગાવ્યો છે કે, એર ઇન્ડિયા પણ ભારતના નાગરિકોને પરત લાવવા માટે ખાસ ફ્લાઇટ્સ ચલાવી રહી છે. આ સાથે ટિકિટ પણ સામાન્ય મુસાફરોને વેચાઇ રહી છે. આનાથી અમેરિકન એરલાઇન્સને સ્પર્ધાત્મક નુકસાન થઈ રહ્યું છે. આ સિવાય ભારત સરકારે અમેરિકન એરલાઇન્સ સામે ભેદભાવ રાખ્યો છે.
આ આરોપો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ભારત સરકાર વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવી રહી છે. સરકારે એર ઇન્ડિયાના સહયોગથી 6 મેએ વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી. તે જ સમયે, 18 મેથી ભારત-અમેરિકન રૂટ પર ચાર્ટર્ડ વિમાનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.