એક નવા નિર્દેશ મુજબ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એચ-1બી અને એલ-1ના રિન્યુઅલની પ્રક્રિયાને વધુ જટિલ બનાવી દીધી છે. અમેરિકામાં કામ કરી રહેલા ભારતીય આઈટી પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ વધી શકે છે. 23 ઓક્ટોબરે પબ્લિશ થયેલા નિયમોમાં કહેવાયું છે કે જો કંપની એચ-1બી અથવા એલ-1 વિઝા ધારક કર્મચારીઓનો કાર્યકાળ વધારશે તો પણ ડોક્યુમેન્ટ પ્રૂફની જવાબદારી કર્મચારીની રહેશે.
અત્યાર સુધી એચ-1બી વિઝા ભારતથી અમેરિકા જઇને કામ કરનારા લોકોને તેમની કંપનીઓ અપાવતી હતી. પણ હવેથી પહેલા લાયકાત સાબિત કરવાની રહેશે. ત્યાર પછી જ વિઝા રિન્યુ થશે.
ભારતીયોમાં એચ-1બી વિઝા ખુબજ લોકપ્રિય છે. હવે તમામ જવાબદારી કર્મચારીની રહેશે તેથી થોડી પ્રક્રિયા જટિલ રહેશે.