US Immigration New Rules H-1B વિઝા કે ગ્રીન કાર્ડ હોવા છતાં પણ ઓળખદસ્તાવેજ હંમેશા સાથે રાખવો ફરજિયાત: ટ્રમ્પ યુગના નવા ઈમિગ્રેશન નિયમો
US Immigration New Rules અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો માટે એક નવો ઈમિગ્રેશન નિયમ રજૂ કરવામાં આવ્યો છે, જે મુજબ હવે H-1B વિઝા કે ગ્રીન કાર્ડ ધારકો હોય, છતાં પણ ઓળખદસ્તાવેજ હંમેશા સાથે રાખવો ફરજિયાત બન્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના સમયના નિયમો અનુસાર ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે તમામ 18 વર્ષથી વધુ ઉંમરના બિન-અમેરિકન નાગરિકો – ભલે તે કાયદેસર રીતે રહેલા હોય – તેઓએ તેમની ઓળખ સાથે રાખવી ફરજિયાત રહેશે.
આ નવો નિયમ 11 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. જો કે H-1B વિઝા ધારકો કે ગ્રીન કાર્ડધારકોને નવા નોંધણી ફોર્મ ભરવાની જરૂર નથી, તેમ છતાં તેઓએ પોતાના ઈમિગ્રેશન દસ્તાવેજો જેમ કે ગ્રીન કાર્ડ, I-94 રેકોર્ડ, અથવા વિઝા પેપર હંમેશા સાથે રાખવા પડશે અને માંગ થયે તત્કાળ દર્શાવવાના રહેશે.
ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, 14 વર્ષથી વધુ ઉંમરના એવા બિન-નાગરિકો, જેઓ 30 દિવસથી વધુ સમય માટે અમેરિકામાં રહે છે અને એમના પાસે માન્ય દસ્તાવેજો નથી, તેમણે ખાસ “ફોર્મ G-325A” દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો આવનારા લોકો 30 દિવસની અંદર નોંધણી નહીં કરાવે તો $5,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. સરનામું બદલ્યા પછી 10 દિવસની અંદર નવી માહિતી આપવી ફરજિયાત છે.
આ નિર્ણય ટ્રમ્પ દ્વારા સહી કરવામાં આવેલા નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર – “અમેરિકન લોકોનું આક્રમણ સામે રક્ષણ” – બાદ આવ્યો છે. DHS હવે ટ્રમ્પ યુગના ભૂલાઈ ગયેલા “એલિયન રજીસ્ટ્રેશન” કાયદાને ફરીથી લાગુ કરી રહી છે.
આ નિયમ ખાસ કરીને ગેરકાયદેસર કે બિનદસ્તાવેજીકૃત લોકો માટે કડક છે, પરંતુ કાયદેસર વિઝાધારકો માટે પણ હવે દસ્તાવેજી ચકાસણી વધુ શક્ય બને છે. તેથી વિઝા અથવા ગ્રીન કાર્ડ હોય તેમ છતાંય દસ્તાવેજો સતત સાથે રાખવા હવે કાયદેસર ફરજિયાતી બની છે.