નવી દિલ્હી : અમેરિકી વિદેશ મંત્રાલયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને વ્યવસાય, વ્યૂહાત્મક અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સહયોગની દ્રષ્ટિએ ખૂબ અર્થપૂર્ણ ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરી દરમિયાન બે દિવસીય ભારતની મુલાકાતે આવ્યા હતા અને આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરાર થયા હતા.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડિપાર્ટમેન્ટ ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સ (એસસીએ) એ ટ્વીટ કર્યું છે કે તેમની ભારત મુલાકાતથી લક્ષ્યોને આગળ વધાર્યા છે અને ઉર્જા, સંરક્ષણ, લોકોથી લોકોના સંબંધો અને ભારત-પ્રશાંત સહયોગ જેવા મહત્વના ક્ષેત્રોમાં વધુ સહયોગનો માર્ગ મોકળો કર્યો છે.
Excellent progress made this week in #USIndia partnership. @POTUS's trip to #India advanced shared goals and paved the way for further cooperation in key areas like energy, defense, people-to-people ties and #IndoPacific coordination. AGW pic.twitter.com/0T1CLWdjvP
— State_SCA (@State_SCA) February 27, 2020