ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત હવે અમેરિકન નાગરિકો દ્વારા વિદેશી પ્રોફેશનલ્સને કામ પર રાખવા પર રોક લગાવી દેવામાં આવી છે.
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ ઓથોરિટીએ અમેરિકન પ્રોફેશનલ્સના હિતોની સુરક્ષા કરવાના નામે 23 જૂને જ આ વર્ષના અંત સુધી H-1B વિઝા અને વિદેશી કામદારોના અમેરિકામાં કામ કરવા માટે જરૂરી અન્ય વિઝાને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. જેના એક મહિના બાદ આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
અમેરિકાના શ્રમ મંત્રાલયે આ નિર્ણય અંગે જણાવ્યું કે, H-1B વિઝાના નામે થતાં ફ્રોડને રોકવા અને અમેરિકોના હિતોની સુરક્ષા માટે આ પગલુ ભરવામાં આવ્યું છે. ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પનું આ પગલું અમેરિકન કામદારો માટે મદદગાર માનવામાં આવી રહ્યું છે. જો કે એવા લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે, જે H-1B વિઝા પર અમેરિકામાં નોકરીનું સપનૂ જોઈ રહ્યાં હતા.