નવી દિલ્હી: આજે હોળીનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વિશેષ પ્રસંગે યુ.એસ.ના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ હોળીની શુભેચ્છાઓ પાઠવી છે. ટ્વિટર દ્વારા તેના અભિનંદન સંદેશમાં કમલા હેરિસે કહ્યું કે આ દિવસે એકબીજાના મતભેદોને બાજુ પર રાખીને સાથે આવો.
કમલા હેરિસે ટ્વિટર પર લખ્યું, ” હોળીની શુભેચ્છા, હોળી રંગોનો તહેવાર છે. આ રંગ આપણા અને પ્રિયજનો પર નાખવામાં આવે છે. હોળીનો તહેવાર સકારાત્મકતાથી ભરેલો છે. આ દિવસે આપણે આપણા મતભેદો ભૂલીને એક સાથે આવવું જોઈએ. ”
Happy Holi! Holi is best known for vibrant colors that are tossed at friends and loved ones. Full of joy, Holi is all about positivity, setting aside our differences, and coming together. A message that’s been embodied by communities across the world during these tough times.
— Vice President Kamala Harris (@VP) March 28, 2021
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને પણ લોકોને હોળીના અભિનંદન પાઠવ્યા છે. મોરિસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયામાં વસતા હિન્દુ સમુદાયને હોળીની શુભકામના પાઠવી છે.