અમેરિકામાં કોરોના વાઈરસ મહામારી વચ્ચે સ્ટૂડન્ટ વિઝાને લઈને ટ્રમ્પ સરકારે નિર્ણય કર્યો છે કે, તેઓ એવી વિદ્યાર્થીઓના સ્ટૂડન્ટ વિઝા રદ્દ કરશે, જેમનો અભ્યાસ કોરોનાના કારણે માત્ર ઓનલાઈન ચાલી રહ્યો છે. આ નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર વધારે અસર થશે.
ઈમીગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE) મુજબ, સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકામાં ભણી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ, કે જેમનો અભ્યાસ માત્ર ઓનલાઈન ચાલી રહ્યો છે. તેમને અમેરિકા છોડીને પોતાના દેશમાં પરત ફરવું પડશે.
હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના એક રિપોર્ટ અનુસાર, હાલના સમયમાં અમેરિકામાં 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પાસે સ્ટૂડન્ટ વિઝા છે.
કોરોના સંક્રમણના કારણે અમેરિકાની અનેક મોટી યુનિવર્સિટીએ પહેલાથી જ ઓનલાઈન અભ્યાસ કરાવવાનો શરૂ કરી દીધો છે. હાવર્ડે પણ પોતાના તમામ કોર્સ ઓનલાઈન શરૂ કરી દીધો છે અને કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓને પણ હવે ક્લાસમાં જવાની જરૂર નથી. એવામાં અમેરિકામાં રહીને હાવર્ડમાં અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓને પરત મોકલવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.