નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પ યુએસના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમણે યુએસ વિઝા નિયમો કડક કર્યા છે. કોઈપણ દેશના નાગરિકોને અમેરિકન વિઝા મેળવવામાં ઘણી તકલીફ પડે છે. આ વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) એ એચ -1 બી વિઝા અરજી નિયમ બદલી નાંખ્યો છે અને હવે તેને ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
બદલાયેલ નિયમ શું છે?
નવા નિયમ મુજબ હવે એમ્પ્લોયરોએ એચ -1 બી વિઝા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આમાં વિઝાધારકો અને કંપની વિશે મૂળભૂત માહિતી આપવાની રહેશે. દરેક નોંધણી માટે, તેણે 10 ડોલર ચૂકવવા પડશે, જે પરત નહીંપાત્ર (નોન – રીફ્રેન્ડેબલ) હોય છે. નોંધણી પ્રક્રિયા 1 માર્ચ 2020 થી શરૂ થશે અને 20 માર્ચ 2020 ના રોજ બંધ થશે.