વિયેતનામઃ કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઉપર પણ કેટલીક જગ્યાએ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. નિયમોમાં બેદરકારી દાખવનાર લોકો અને કંપનીઓને સજા પણ ફટકારવામાં આવતી હોય છે ત્યારે વિયતનામ એરલાઇન્સના ફ્લાીટ
કોરોના વાયરસ ફેલાવાનું કોઇ મોટું કારણ હોય તો તે છે લોકોની બેદરકારી . આવા જ એક મામલામાં વિયતનામ એયરલાઇન્સના ફ્લાઇટ અટેંડેટને 2 વર્ષની સજા આપવામાં આવી છે. વિયતનામના સરકારી મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. તેમના પ્રમાણે આરોપી દુઓહ તાન હાઉ કોરોના સંક્રમિત હતા બે અઠવાડિયા તેઓ આઈસોલેશનમાં રહેવાની જગ્યાએ ફ્લાઇટથી તેઓ ઘરે પાછા જવા માટે રવાના થયા.
ત્યારબાદ અહ ઉન પર કોરોના ફેલાવવાનો આરોપ લગાડતા કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી . કહેવામાં આવી રહ્યું છે કે વિયતનામમાં કોરોના પર પકડ બનાવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ મોટા પ્રમાણમાં ચલાવવામાં આવી રહ્યું છે. 9 કરોડની આબાદી વાળા દેશમાં અત્યાર સુધી 2600 કેસ સામે આવ્યા છે. અને 35 લોકોના મોત થયા છે.
સમાચાર પ્રમાણે હાઉએ ઘરે પાછા ફર્યાના એક અઠવાડિયા બાદ જ કોરોનાના નિયમો તોડ્યા અને લોકોને મળતો રહ્યો. તપાસમાં સામે આવ્યું કે હાઉ કેટલાક દિવસ સુધી કોરોનાની ચપેટમાં હતો. આ દરમ્યાન તે તમામ મિત્રોને મળી ચૂક્યો હતો સાથે યુનિવર્સિટીની પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે હાઉની બેદરકારી બાદ શહેરમાં 2000થી વધારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 861 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા . લગભગ 1400 લોકોને ઘરથી બહાર નીકળવાની પરવાનગી ન આપવામાં આવી.