કોરોનાવાઈરસને લીધે વિશ્વભરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાવાઈરસને લઈ જાગૃતતા ફેલાવવા માટે લોકો કોરોનાનો જ ઉપયોગ કરી અવનવા પ્રયોગો કરતા હોય છે. અગાઉ કોરોના કાર, કોરોના પેન્ડન્ટ, કોરોના કેક આકર્ષણનું કેન્દ્ર બની હતી. હવે કોરોનાવાઈરસ હેર સ્ટાઈલે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
પૂર્વ આફ્રિકાના બાળકોના મોઢાં પર સ્મિત અને માથા પર કોરોના હેર સ્ટાઈલ સાથેના ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે. વાઈરસનાં જોખમ પ્રત્યે લોકોને સજાગ કરવા માટે આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી આફ્રિકામાં ભારત, બ્રાઝિલ અને ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવેલાં સિન્થેટિકવાળોની હેરસ્ટાઈલ ફેમસ હતી. પરંતુ હવે કોરોનાવાઈરસની હેરસ્ટાઈલ છવાઈ ગઈ છે.