Apple WWDC 2023: Appleની વર્લ્ડ વાઇડ ડેવલપર કોન્ફરન્સ ઇવેન્ટ આવતીકાલથી શરૂ થશે. ઇવેન્ટ સોમવારે સવારે 10 a.m PT અને 1 p.m ET થી શરૂ થશે. આ ઇવેન્ટમાં, કંપની રિયાલિટી પ્રો અથવા એક્સઆર પ્રો નામનો મિશ્ર રિયાલિટી હેડસેટ લૉન્ચ કરશે. આ સાથે તે નવી ઓપરેટિંગ સિસ્ટમ પણ રજૂ કરશે. આ સિવાય Apple આ ઇવેન્ટમાં IOS 17, નવા MacOS, WatchOS અને TvOS પણ લોન્ચ કરશે. જાણકારી અનુસાર એપલનો નવો હેડસેટ M2 ચિપ અને 16GB રેમ સાથે લોન્ચ થશે. તેની કિંમત લગભગ $3,000 હોઈ શકે છે.
ઘરે બેસીને લાઈવ જુઓ
Appleની આ ઇવેન્ટ ફક્ત ડેવલપર્સ માટે જ આયોજીત કરવામાં આવી છે. કંપની બહુ ઓછા લોકો સાથે આ ઈવેન્ટનું આયોજન કરે છે. એપલની ઓફિશિયલ વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ દ્વારા તમે આ ઈવેન્ટને ઘરે બેઠા જોઈ શકશો. ભારતીય લોકો માટેનો કાર્યક્રમ આવતીકાલે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. કંપનીની આ ઇવેન્ટ 5 જૂનથી 9 જૂન દરમિયાન આયોજિત કરવામાં આવશે.
15 ઇંચની MacBook Air પણ લોન્ચ કરવામાં આવશે
આ ઇવેન્ટમાં કંપની 15 ઇંચનું MacBook Air પણ લોન્ચ કરી શકે છે. તે M2 ચિપ સાથે આવશે. તેની કિંમત વર્તમાન મોડલ કરતા 500 થી 1,000 ડોલર વધુ હોઈ શકે છે. જોકે, કિંમત અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.