આયર્લેન્ડમાં રહેતા ઇમરે કરાક્યાની સાથે ડબ્લીનથી ઈસ્તાનબુલ જતી ફ્લાઈટમાં આ દુર્ઘટના થઈ હતી. વોટરફોર્ડ શહેરમાં રહેતા ઇમરેએ દાવો કર્યો હતો કે, જમણા પગ પર કેબિન ક્રૂના એક સભ્યે ગરમ ગરમ ચા ઢોળી દીધી હતી, ત્યારબાદ તેના પગે ડાઘ પડી ગયો છે. ઇમરેની માતાએ કોર્ટને જણાવ્યું કે, તેની પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે મારે મારા દીકરાને પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જનની પાસે લઈ જવો પડ્યો હતો. ડૉક્ટરોએ તેને કહ્યું હતું કે, ઇમરેના પગ પર આજીવન ડાઘ રહેશે. આ કેસની પ્રતિક્રિયા આપતા હાઈકોર્ટના જજે ઈજાને કારણે તુર્કિશ એરલાઈન્સને 56 હજાર પાઉન્ડસ એટલે કે અંદાજે 58 લાખ રૂપિયા ઇમરેને આપવાનો આદેશ આપ્યો છે.
Friday, May 3