તાઈવાનમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક 3 વર્ષનું ટેણીયુ પતંગ સાથે જકડાઈ જતાં હવામાં ઉડતુ દેખાય છે. હકીકતમાં જોઈએ તો, તાઈવાનના સમુદ્રી શહેર નાનલિઓમાં એક ગ્રુપ ઓરેન્જ રંગની લાંબી પતંગ ઉડાવી રહ્યા હતા, જેમાં આ ટેણીયુ ફસાઈ ગયુ હતું અને તે પતંગની સાથે જ હવામાં ફંગોળાતુ જોવા મળ્યુ હતું. જો કે, ત્યાં હાજર સૌ કોઈ આ ઘટનાથી ડઘાઈ ગયા અને ડરી ગયા હતા.
જો કે, બાળકનો વજન ફક્ત 28 પાઉન્ડ હતો, જે પતંગની સાથે હવામાં ઉપર 100 ફૂટ સુધી ફંગોળાતુ રહ્યું. 30 સેકન્ડ સુધીમાં હવામાં ફંગોળાયા બાદ ત્યાં હાજર અમુક લોકોએ તેને નીચે ખેંચી લીધો હતો. આ બાળકીનું નામ લિન છે, જો કે સારી બાબત એ છે કે, આ ઘટના બાદ તેને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. કહેવાય છે કે, આ પ્રકારની ઘટના બાદ ત્યાં અનેક કાર્યક્રમો બંધ કરી દેવામાં આવ્યા છે. તો વળી નાનલિઓના મેયર લિન ચિહ ચિએને આ ઘટનાથી પીડિત પરિવારને અને જનતા પાસે માફી માગી છે.