દુનિયાભરમાં સતત વધી રહેલા કોરોના સંકટ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યાર સુધીના સૌથી રાહતપૂર્ણ સમાચાર આપ્યા છે. મીડિયા બ્રિફિંગ દરમિયાન ખુદ WHOના પ્રમુખે કહ્યું કે, બે વર્ષથી ઓછા સમયમાં કોરોનાવાઇરસનો ખાત્મો થઈ જશે. ડૉ. ટેડ્રોસે સ્પેનિશ ફ્લૂનું ઉદાહરણ આપીને આ વાત કરી છે.
તેમણે કહ્યું કે, આજે કનેક્ટિવટી વધવાને કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જો કે, તેની સામે આપણી પાસે વાઇરસને રોકવા માટેની ટેક્નોલોજી અને નોલેજ પણ છે. આ સંજોગોમાં બે વર્ષથી ઓછા સમયમાં જ કોરોનાનો સફાયો થઈ જશે. ટેડ્રોસે આશાવાદ વ્યક્ત કર્યો કે, વેક્સિન બનાવવા માટે દુનિયાભરમાં જે પ્રયાસ થઈ રહ્યા છે તે જોતા હવે આ વાઇરસ લાંબુ ટકી શકશે નહીં.