મનુષ્યોની પાંચ ઈન્દ્રિયોમાંથી એક આંખ સૌથી મહત્વપૂર્ણ છે. આંખો થકી જીવનનો અનુભવ કરી સકાય છે. આંખોની સમસ્યાઓ ઉંમર વધવા અને આંખોમાં થતા ખેંચાણ અને તણાવનું પરિણામ છે. તો તેનો વ્યક્તિની જીવનશૈલીની સાથે ખૂબ જ નજીકનો સંબંધ માનવામાં આવે છે. એક સ્વસ્થ જીવન શૈલી આંખોની સમસ્યાઓના જોખમને ઓછો કરી શકે છે. કેટલાક પોષક તત્વ આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તે નુકસાનદાયક પ્રકાશથી આંખોની રક્ષા કરશે અને ઉંમર સાથે જોડાયેલ રોગ વધવાને રોકવામાં પણ મદદ કરશે. અહીંયા એવા 5 પોષક તત્વો વિશે જણાવવામાં આવ્યુ છે કે, જે આંખોના સ્વાસ્થ્યને બનાવી રાખવા અને નુકસાનથી બચવાવા માટે જરૂરી છે.
Vitamin E
ડૉક્ટરનું કહેવુ છે કે, વિટામિન ઈની ખામીથી આંખોમા અસ્પષ્ટતા, અંધત્વ અથવા મોતિયો હોઈ શકે છે. આંખોને થતા નુકસાનને રોકવા માટે વિટામિન E થી ભરપૂર ખોરાક ખાવો મહત્વપૂર્ણ છે. બદામ, અખરોટ, મગફળી, સૂર્યમુખીના બીજ, ફ્લેક્સસીડ તેલ, પાલક, બ્રોકોલી, ઝીંગા અને ઓલિવ તેલ વિટામિન ઇના કેટલાક ઉત્તમ સ્રોત છે.
Vitamin C
વિટામિન C એન્ટીઓક્સિડે્ટ છે જે આંખોના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. પૂરતા પ્રમાણમાં વિટામિન Cનું સેવન મોતિયાથી બચાવી શકે છે. વિટામિન Cથી ભરપૂર ખોરાકમાં બ્રોકલી, સ્પ્રાઉટ્સ, કાળા મરી, પાંદડાવાળા લીલા શાકભાજી, ખાટા ફળૃ અને જામફળનો સમાવેશ થાય છે.
Omega-3 Fatty Acid
ઓમેગા-3 ફેટી એસિડ હોવાથી પુખ્ત વયના લોકો મેક્યુલર ડીજનરેશન અને ડ્રાય આઇ સિન્ડ્રોમથી સુરક્ષિત થઈ શકે છે. મેક્યુલર જીજનરેશન આંખની સમસ્યાઓમાંની એક છે. જેમાં કોઈ વ્યક્તિને અસ્પષ્ટ અથવા ઓછી દ્રષ્ટિ દેખાઈ છે. તો ડ્રાય આંખનું સિન્ડ્રોમ એટલે કે, આંખોમાં શુષ્કતા એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિની આંખોમાં આંસુઓની પર્યાપ્ત ગુણવત્તાની રચના થઈ શકતી નથી અને તેના કારણે આંખોની સુગમતા દૂર થઈ જાય છે. માછલી, ટૂના, બદામ અને બીજ, છોડના તેલ જેવા કે અળસીનું તેલ, કેનોલા તેલ, વગેરેમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ હોય છે.
Vitamin A
વિટામિન A વસામાં ધુલનશીલ વિટામિન છે જે કેટલાક ખાદ્ય પદાર્થોમાં પ્રાકૃતિક રૂપથી મળી આવે છે. આ પ્રોવિટામિનથી મળે છે અને આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન A ને રેટિનોલ પણ કહેવામાં આવે છે. કારણ કે, આ આંખોમાં રેટિના બનાવનાર પિગમેન્ટના નિર્માણમાં મદદ કરે છે. અંધત્વનું સૌથી મોટુ સામાન્ય અને મોટુ કારણ વિટામિન A ની ખામી છે. આ ગાજર, ચુકંદર, શલજમ, શકરકંદ, વટાણા, ટમેટા, લીલી પાંદડાવાળા શાકભાજી, કેરી, તરબૂચ, પપૈયુ, પનીર, રાજમા, બીંસ, ઈંડુ વગેરેમાં મળી આવે છે.
Zinc
ઝિંક આંખોમાં હાજર એક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. આ મેલાનિનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે જે આંખોનું એક પિંગમેન્ટ છે. ઝિંકની ખામીથી રતૌંધી થઈ શકે છે. રેડ મીટ અને પોલ્ટ્રી ઝિંકના કેટલાક શ્રેષ્ઠ સ્ત્રોત છે. ઝિકંના પ્રાકૃતિક અને સારા સ્ત્રોત મગફળી, લસણ, તલ, કઠોળ, દાળ, સોયાબિન, અળસી, બદામ, વટાણા, ઘઉં, ઈંડાની જર્દી છે.