ઘરતી પર સાત નહીં આઠ મહાદ્વીપ છે પરંતુ આઠમો મહાદ્વીપ સમુદ્રની અંદર દફન થઈ ગયો છે. આ મહાદ્વીપ ઓસ્ટ્રેલિયાથી દક્ષિણ પૂર્વની તરફ ન્યૂઝીલેન્ડની ઉપર છે. હવે વૈજ્ઞાનિકોએ તેનો નવો નક્શો બનાવ્યો છે. જેના દ્વારા ખબર પડે છે કે આ 50 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ આઠમાં મહાદ્વીપનું નામ છે જિલેંડિયા (Zealandia). વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ લગભગ 2.30 કરોડ વર્ષ પહેલા સમુદ્રમાં ડુબી ગયો હતો.
જીલેન્ડિયા સુપરકોન્ટીનેન્ટ ગોન્ડવાનાલેન્ડથી 7.90 કરોડ વર્ષ પહેલા તૂટી ગયો હતો. આ મહાદ્વીપ વિશે પહેલી વખત ત્રણ વર્ષ પહેલા જાણ થઈ હતી ત્યારથી સતત તેના પર વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહ્યા છે. જિલેંડિયા પ્રશાંત મહાસાગરની અંદર 3800 ફૂટના ઉંડાણમાં હાજર છે. નવા નક્શાથી જાણ મળી છે કે જિલેંડિયામાં ખૂબ ઉંચી નીચી જમીન છે. ક્યાંક ખૂબ ઉંચા પહાડો છે તો ક્યાંક ખૂબ ઉંડી ખીણ.