10 મેના રોજ એડવર્ડ નિનો હર્નાન્ડીઝ 34 વર્ષનો થયો. નવા વર્ષે તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તરફથી ગિફ્ટ મળી છે. તેની ઉંચાઈ 72.1 સેમી એટલે કે 2 ફુટ 4 ઇંચ છે. નાની ઉંમરમાં જ તેની હાઈટ વધવાની અટકી ગઈ હતી.
આ ટાઈટલ બાદ તેણે કહ્યું કે, હું દુનિયાને જીતવા માટે મારી સ્માઈલ વાપરું છું. હું હંમેશાં કોઈ પણ વ્યક્તિ સામે હસવાનું ભૂલતો નથી. આ દુનિયામાં બધું શક્ય છે, તેમાં સાઈઝ અને હાઈટનું કોઈ મહત્ત્વ નથી. મારી હાઈટ ભલે ઓછી છે, પણ દિલ મોટું છે.