થાઈલેન્ડના રાજા મહા વજિરલોન્ગકોર્ને પોતાની પત્ની સિનેનાત્રા વોંગવાજીરાપાકડીને એક વર્ષ સુધી કેદમાં રાખ્યા બાદ માફી આપી દીધી છે. સિનેનાત્રાને જેલમાંથી મુક્ત કર્યા બાદ તુરંત રાજાની પસે જર્મની મોકલી આપવામાં આવી છે. રાજાએ તેને માફ કર્યા બાદ રોયલ અને મિલિટ્રી અધિકાર પણ પાછા આપી દીધા છે. જો કે, સિનેનાત્રાને શા માટે જેલમાં મોકલવામાં આવી, હતી તેનો ખુલાસો થયો નથી.
રજા માણવા આવેલા રાજાએ હોટલમાં ઉભો કર્યો આલિશાન મહેલ
એક રિપોર્ટ મુજબ જોઈએ તો, થાઈ રાજા વજિરલોન્ગકોર્ન માર્ચ, 2020થી જ દક્ષિણી જર્મની અલ્પાઈન હોટલમાં રોકાયેલા છે. તેમણે હોટલનો ચોથો ફ્લોર બુક કર્યો હતો. જેને મહેલની માફક સજાવ્યો હતો. આ હોટલમાં રાજાએ પોતાના માટે એક ખાસ રૂમ પણ બનાવડાવ્યો હતો. રાજાના ફરમાન પર ખાસ સોના અને ચાંદીમાંથી બનાવેલા બહુમૂલ્ય વસ્તુઓથી સજાવવામાં આવ્યા હતા. રાજા પોતાની સાજા અનેક નોકરોને પણ લઈ આવ્યા હતા. આ રૂમમાં રાજા પોતાના 20 સેક્સ સોલ્જર્સ સાથે રહે છે. જેને મેજર જેવી ઉપાધી આપવામાં આવે છે. કારણ કે, થાઈલેન્ડના રાજાને રાજદ્વારી છૂટ મળેલી છે. જેમાં કોઈ પણ કામમાં જર્મનીની સરકાર હસ્તક્ષેપ કરતી નથી.
બોડીગાર્ડ સાથે કર્યા હતા લગ્ન
થાઈલેન્ડના રાજા પાસે 30 અબજ ડોલર કરતા પણ વધારે સંપત્તિ છે. જેને તે પોતાની વિદેશ યાત્રા દરમિયાન મન મુકીને ઉડાવે છે. થાઈલેન્ડના રાજાએ પોતાની ચોથા લગ્ન 35 વર્ષિય સિનેનાત્રા સાથે કર્યા હતા. સિનેનાત્રા પહેલા નર્સ હતી, બાદમાં તે થાઈ આર્મીમાં જોડાઈ. ત્યાર બાદ તે રાજાની બોડીગાર્ડ પણ બની હતી. પાયલટની નોકરી મળ્યાના ત્રણ મહિના બાદ રાજાએ તેની સાથે લગ્ન કરી લીધા. જો કે, આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં. રાજાએ તેને કેદ કરવાનો આદેશ આપ્યો. રાજાને સાત સંતાનો પણ છે. અગાઉ ત્રણ પત્નીઓ સાથે છૂટાછેડા પણ થઈ ગયા છે.
WhyDoWeNeedAKing ટ્રેન્ડ કરી રહ્યુ છે
થાઈલેન્ડના રાજા મહા વજિરલોન્ગકોર્ન ત્યાં રામ દશમના નામથી પણ ઓળખાય છે. તે ખુદ ભગવાન રામના વંશજ માને છે. થાઈલેન્ડમાં તેમની ટીકા કરવા પર 15 વર્ષની જેલની સજા થાય છે. તેમ છતાં લોકતંત્રને માનવા વાળા રસ્તાઓ પર ઉતરે છે. કોરોનાકાળમાં હાલમાં તે સ્વિટરલેન્ડ અને જર્મનીમાં રજા માણવાને લઈ લોકોના નિશાન પર આવ્યા છે. થાઈલેન્ડમાં 1932થી સંવૈધાનિક રાજતંત્ર લાગૂ છે. રાજાના વિરોધમાં થાઈલેન્ડમાં #WhyDoWeNeedAKing ટ્રેન્ડ કરી રહ્યુ છે.