મહિલાઓ દ્વારા વજાઇના (ગુપ્તાંગ) માં તમાકુ મુકીને સેક્સ ડ્રાઇવને બૂસ્ટ કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ડોક્ટર્સનું માનવુ છે કે, સેક્સની તલબમાં આવું કરીને મહિલાઓ પોતાનું જીવન જોખમમાં મુકી રહી છે. એક તરફ જ્યાં લોકો તેને સેક્સ ડ્રાઇવને બૂસ્ટ કરવાનો ફોર્મ્યૂલા ગણાવી રહ્યાં છે ત્યાં બીજી તરફ ચિકિત્સકોએ તેને લઇને ચેતવણી આપી છે તેમનું કહેવું છે કે, આમ કરવાથી તમે હંમેશા માટે યૌન સુખ માણવાથી વંચિત રહી શકો છો. સ્મોકિંગ પ્રોડક્ટ દ્વારા સેક્સ ડ્રાઇવને બૂસ્ટ કરવુ મોતને આમંત્રણ આપવા સમાન છે. પ્રોફેસર પાસ્કલ ફૉમેન, તમાકુ અલ્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે, જે યોનીને સંકુચિત બનીવીને તેને કઠોર બનાવે છે અને તેને હંમેશા માટે બંધ કરી શકે છે. તમાકુ સામાન્ય રીતે થતાં મેન્સટ્રુએશનને પણ પ્રભાવિત કરે છે.
ગાઇનકોલોજિસ્ટ ડોક્ટર અબ્ડુલાયે ડિયોપનું કહેવું છે કે, આ વજાઇના સંકુચિત બનવાનું સૌથી મોટુ કારણ બની શકે છે.વજાઇનામાં તમાકુ મુકનાર પીડિતોએ અનુભવ્યું છે કે તેમના ગુપ્તાંગ નાના થતાં જઇ રહ્યાં છે કારણ કે તેમની અંતરંગ માંસપેશિયો પાછળની તરફ ખસવા લાગી છે. ડોક્ટર ડિયોપનું કહેવું છે કે, આ બાવના ક્ષણિક અને ભ્રામક છે. આવુ કરવુ વજાઇનલ મુકોસા માટે ખતરનાક છે જેના કારણે કેન્સર જેવી ઘાતક બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આ પ્રકારના મોટાભાગના કિસ્સા વેસ્ટ આફ્રિકાના દેશ સેનેગલથી સામે આવ્યા છે. અહીં લોકોમાં એવી ભ્રામકતા છે કે 13 પૈસામાં મળતુ તમાકુ તમને સાતમા સ્વર્ગનો અહેસાસ કરાવી શકે છે જણાવી દઇએ કે આ પ્રોડક્ટ તમાકુના સુકા પાન, મૂળ અને છોડના અર્કમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેને વધુ અસરકારક બનાવા માટે તેમાં સોડા અને શિયા બટર જેવા પદાર્થ પણ મિક્સ કરવામાં આવે છે. દુર્ભાગ્યપણે તેનો ઉપયોગ કરનારા લોકોએ તેના સાઇડ-ઇફેક્ટ્સ પણ ઉજાગર કર્યા છે.