Zelensky in trouble: યુક્રેનને નાટોનો સભ્ય નહીં બનાવવાની શરતે યુદ્ધ વિરામ માટે રશિયા તૈયાર
Zelensky in trouble ટ્રમ્પની ધમકી પછી યુદ્ધનો અંત આણવા પુતિને ૨ આકરી શરત મુકતા ઝેલેન્સ્કી મુશ્કેલીમાં મુકાશે તેમ જણાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા યુક્રેનના રાષ્ટ્રપતિ તૈયાર હોવાના અહેવાલ બાદ રશિયાએ પણ સહમતિ દર્શાવી છે.
જો કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સીઝ ફાયર માટે બે મહત્ત્વની શરતો રજૂ કરી છે, જેનાથી ઝેલેન્સ્કીની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. અમેરિકા આ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી તરીકે કામ કરી રહૃાું છે.
પુતિને યુક્રેન સાથે સીઝ ફાયર કરાર પર સહમતિ દર્શાવતાં જે બે શરતો મૂકી છે. તેમાં પહેલી શરત યુક્રેનને નાટોમાં સામેલ થતો અટકાવવો અને બીજી શરત યુદ્ધ દરમિયાન કબજે કરવામાં આવેલા ક્રિમિયા સહિત ચાર વિસ્તારો રશિયાને સોંપવા આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂરી આપવાનો છે. ઉલ્લેખનીય છે કે, રશિયા અગાઉ અનેક વખત અમેરિકા અને નાટો સમક્ષ આ માંગ ઉઠાવી ચૂક્યું છે.
પુતિનની આ માગ યુક્રેન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત થયુ છે. અમે હવે રશિયા જઈશું અને પુતિનને યુદ્ધવિરામ માટે તૈયાર કરીશું. પરંતુ પુતિનની આ શરતો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
ઝેલેન્સ્કીએ અગાઉ સીઝફાયર માટે બંને દેશો દ્વારા યુદ્ધ દરમિયાન બંધક બનાવેલા પોતાના નાગરિકો અને સેનાના જવાનોને મુક્ત કરવાની શરત મૂકી હતી. પરંતુ પુતિનની યુક્રેનનો વિસ્તાર કબજે કરવાની શરતનો ઝેલેન્સ્કી સ્વીકાર કરે છે કે કેમ તે જોવાનું રહેશે.