અનુભવ માણસો જેવી વાત કરતી ‘Xiao’ કોણ છે? SCO સમિટમાં મીડિયા સાથે કરી રહી છે વાતચીત
SCO સમિટ 2025માં ચીને ટેકનોલોજી અને નવીનતાનું એક નવું ઉદાહરણ રજૂ કર્યું છે. તિયાનજિનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી આયોજિત આ શિખર સંમેલન માટે ચીને એક હ્યુમનોઇડ AI રોબોટ લોન્ચ કર્યો છે, જેનું નામ ‘Xiao’ છે. આ રોબોટ બહુભાષી છે અને તેને મુખ્યત્વે મીડિયા અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
‘Xiao’ કોણ છે?
‘Xiao’ એક માનવ આકારનો રોબોટ છે, જે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવા માટે સક્ષમ છે. વાતચીતમાં Xiaoએ કહ્યું કે તે તમામ પ્રોટોકોલનું પાલન કરશે અને તેના જ્ઞાનના ભંડારના આધારે સાચી માહિતી પ્રદાન કરશે. આમાં અદ્યતન એલ્ગોરિધમ અને ડેટાબેઝ સામેલ છે, જેનાથી આ રોબોટ સતત શીખી શકે છે અને તેના જ્ઞાનને અપડેટ કરી શકે છે.
હાઈ-ટેક સિસ્ટમ અને ક્ષમતાઓ
Xiao હાઈ ટેકનોલોજી સિસ્ટમથી સજ્જ છે. તે લાગણીઓને ઓળખી શકે છે, શીખી શકે છે અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, મીડિયા કર્મચારીઓ અને આયોજકો વચ્ચે સરળતાથી વાતચીત કરી શકે છે. રોબોટનો ઉદ્દેશ્ય શિખર સંમેલનમાં નિષ્પક્ષ અને સચોટ માહિતી આપવાનો છે. Xiaoને મુખ્યત્વે ત્રણ ભાષાઓમાં વાતચીત કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
Xiaoની વિશેષતા અને SCO સમિટમાં ભૂમિકા
તિયાનજિન SCO સમિટ 2025 એ ટેકનોલોજી અને સંસ્કૃતિનું એક અનોખું મિશ્રણ છે. Xiaoઓ રોબોટ ફક્ત વાતચીત જ નહીં કરશે પણ મહેમાનોનું સ્વાગત પણ કરશે. આ સાથે, સમિટમાં તિયાનજિનના સાંસ્કૃતિક વારસાનું પણ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં યાંગલુકિંગ, વુડબ્લોક પ્રિન્ટ અને પરંપરાગત કારીગરીનો સમાવેશ થાય છે.
#WATCH | Tianjin, China: The Humanoid Robot, Xiao He says, “I’m Xiao He, a cutting-edge humanoid AI assistant designed for the 2025 Shanghai Cooperation Organisation Summit in Tianjin. As a highly specialised service robot, I provide multilingual support, real-time information… https://t.co/cMnzzxGAPE pic.twitter.com/A7ZYi3LBdz
— ANI (@ANI) August 30, 2025
આ કાર્યક્રમથી ચીનની ટેકનોલોજી પ્રગતિ અને સાંસ્કૃતિક પરંપરાઓનું એક સંયોજન જોવા મળશે. આ સાથે ભારત અને ચીનના સંબંધોમાં સંભવિત સુધાર અને વાતચીતની દિશામાં પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
‘Xiao’ ફક્ત એક રોબોટ નહીં, પરંતુ ચીનની ટેકનોલોજી ક્ષમતા અને નવીનતાનું પ્રતીક છે. SCO સમિટમાં આ હ્યુમનોઇડ મીડિયા અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતને સરળ અને પ્રભાવશાળી બનાવવામાં મદદ કરશે, જ્યારે શિખર સંમેલનમાં સંસ્કૃતિ અને ટેકનોલોજીનું અનોખું મિશ્રણ પ્રદર્શિત થશે.