Ayushman Bharat Yojana: આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું અને 5 લાખની મફત સારવારનો લાભ કેવી રીતે મેળવવો
Ayushman Bharat Yojana: ભારત સરકાર દેશના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ દ્વારા આરોગ્ય અને નાણાકીય સુરક્ષા આપી રહી છે. એવી એક મહત્વની યોજના છે – પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના. આ યોજના હેઠળ પાત્ર નાગરિકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી શકે છે. આ માટે તમારે ‘આયુષ્માન કાર્ડ’ બનાવવું જરૂરી છે.
આયુષ્માન કાર્ડના ફાયદા શું છે?
આ કાર્ડ ધરાવનાર લોકોને હોસ્પિટલોમાં કઈ પણ મોટી બીમારી માટે પણ મફતમાં સારવાર મળે છે. કાર્ડધારકને દર વર્ષે 5 લાખ રૂપિયાની મર્યાદા મળે છે, જેનાથી નિઃશુલ્ક સારવારનો લાભ લઈ શકાય છે. આ ખર્ચ ભારત સરકાર દ્વારા ભરવામાં આવે છે.
શું તમે પાત્ર છો?
તમારી પાત્રતા ચકાસવા માટે તમે આ યોજના માટેની સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/ પર જાઓ. ત્યાં ‘Am I Eligible?’ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી માહિતી દાખલ કરીને તમે જાણી શકશો કે તમે આ યોજના માટે લાયક છો કે નહીં.
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
પગલું 1: તમારા નજીકના CSC (Common Service Center) પર જાઓ. અહીં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને આવકનો પુરાવો વગેરે રજૂ કરીને અરજી કરો.
પગલું 2: અધિકારી તમારી પાત્રતા ચકાસશે અને જરૂરી દસ્તાવેજોની સત્યતા જોઈશે.
પગલું 3: જો તમે લાયક ઠરો તો તમારું આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.
પગલું 4: થોડા સમયમાં તમારું કાર્ડ તૈયાર થઈ જશે અને તમે તેને CSCમાંથી ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકો છો.
આ રીતે તમે આયુષ્માન કાર્ડ બનાવીને તમારી તથા તમારા પરિવારને 5 લાખ રૂપિયાની મફત સારવારની સુરક્ષા આપી શકો છો.