Navya Scheme for 10th Pass Girls: સફળતા મળે તો દેશભરની દીકરીઓને મળશે લાભ
Navya Scheme for 10th Pass Girls: કેન્દ્ર સરકાર દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ લઈને આવી છે –નવ્યા યોજના. 24 જૂન 2025થી ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સહયોગથી શરૂ થઈ રહી છે.
શું છે નવ્યા યોજના?
નવ્યા યોજના એ 16 થી 18 વર્ષની દીકરીઓ માટે ખાસ કૌશલ્ય વિકાસનો કાર્યક્રમ છે. આ યોજના દ્વારા દીકરીઓને પરંપરાગત તથા બિન-પરંપરાગત કાર્યોમાં તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ જીવનમાં આત્મનિર્ભર બની શકે.
કયા કૌશલ્યો શીખવાશે?
યોજનાની ખાસિયત એ છે કે એ હેઠળ દીકરીઓને આજના યુગમાં જરૂરી એવા આધુનિક કૌશલ્યો શીખવાશે.
ગ્રાફિક ડિઝાઇનિંગ
ડ્રોન એસેમ્બલી
CCTV ઈન્સ્ટોલેશન
સ્માર્ટફોન ટેક્નિશિયન
મેકઅપ આર્ટિસ્ટ
લાયકાત શું છે?
ઓછામાં ઓછું 10મું પાસ હોવું જરૂરી
હાલ આ યોજના 9 રાજ્યોના 27 જિલ્લાઓમાં અમલમાં મૂકાઈ રહી છે, જેમાં ઉત્તરપૂર્વના રાજ્યો તથા ખાસ ધ્યાન આપેલ મહત્વાકાંક્ષી જિલ્લાઓનો સમાવેશ થાય છે.
મહત્વાકાંક્ષી જિલ્લાઓ એવા છે, જ્યાં સામાજિક-આર્થિક વિકાસ માટે સરકાર વિશેષ ધ્યાન આપે છે.
7 કલાકનું ખાસ મોડ્યુલ: જીવન માટે જરૂરી તાલીમ
યોજનામાં માત્ર ટેકનિકલ જ નહીં, પણ જીવનકૌશલ્ય તાલીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 7 કલાકના ખાસ મોડ્યુલમાં શીખવાશે:
વાતચીત તથા આંતરવ્યક્તિક કૌશલ્ય
નાણાકીય વ્યવસ્થાપન
કાર્યસ્થળ પર શોષણથી બચવા માટે POSH તથા POCSO કાયદાની જાણકારી
પાયલોટ તબક્કો સફળ થશે તો સમગ્ર દેશમાં અમલ
હાલમાં સોનભદ્ર સહિત 9 રાજ્યોમાં 27 જિલ્લાઓમાં પાયલોટ તબક્કો શરૂ થયો છે. જો સફળ થશે તો આ યોજના આખા દેશમાં અમલમાં મૂકવામાં આવશે, જેથી વધુ દીકરીઓને આત્મનિર્ભર બનાવવાની તક મળી શકે.
નવ્યા યોજના દેશભરના 10મું પાસ દીકરીઓ માટે સપના સાકાર કરવાની એક અનોખી તક છે. કૌશલ્ય વિકાસ દ્વારા દીકરીઓ આત્મનિર્ભર બનશે, નવા વ્યવસાયો શીખશે અને સમાજમાં પોતાનું સ્થાન મજબૂત બનાવશે.