PM Kisan Criteria : સરકાર હવે અયોગ્ય લાભાર્થીઓ સામે કડક બનશે
PM Kisan Criteria : PM Kisan Criteria વિશે જાણવું જરૂરી છે…કારણ કે સરકાર હવે તે ખેડૂતો પર કાર્યવાહી કરી રહી છે કે જેઓ યોગ્ય ન હોવા છતાં યોજના હેઠળ રૂપિયા લઈ રહ્યા છે. PM Kisan Yojanaની 20મી કિસ્ત માટે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખાસ ચેતવણી છે.
જુલાઈમાં આવી શકે છે 20મી કિસ્ત
PM Kisan Samman Nidhi Yojana હેઠળ 20મી કિસ્ત જુલાઈ મહિનાના પ્રારંભમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાની શક્યતા છે. જૂનમાં આ રૂપિયા આવવાની આશા હતી પણ હજુ સુધી કોઈ પણ રકમ જમા થઈ નથી.
આ ખેડૂતોને મળશે નહિ લાભ
જો તમે નીચેના શરતોમાં ફિટ બેસો છો તો તમારું નામ લાભાર્થી સૂચિમાંથી કાઢી શકાય છે:
1. સંસ્થાગત જમીન ધરાવતા લોકો
2. જે લોકો વર્તમાન અથવા ભૂતપૂર્વ સંવિધાનિક પદ પર છે
3. કેન્દ્રીય કે રાજ્યના ભૂતપૂર્વ કે વર્તમાન મંત્રીઓ અથવા ધારાસભ્ય/સાંસદ
4. મહાનગરપાલિકાના મેયર અથવા જીલ્લા પંચાયતના અધ્યક્ષ
5. કોઈપણ પ્રકારની સરકારની નોકરીમાં રહેલા કે નિવૃત્ત કર્મચારીઓ (ગ્રુપ D સિવાય)
6. દર મહિને ₹10,000થી વધુ પેન્શન મેળવનાર (ગ્રુપ D કે MTS સિવાય)
7. અગાઉના નાણાકીય વર્ષમાં ઈન્કમ ટેક્સ ભરનાર ખેડૂત
8. ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, CA અથવા આર્કિટેક્ટ તરીકે પેશાગત કાર્ય કરતા ખેડૂત
કેવી રીતે કરો યોજના ત્યાગ ?
જો તમે ઉપરોક્ત શ્રેણીઓમાં આવો છો તો તમારે PM-Kisan યોજનાનો સ્વેચ્છાએ ત્યાગ કરવો જોઈએ:
[PM Kisan Portal](https://pmkisan.gov.in) પર જાઓ
“Voluntary Surrender of PM Kisan Benefits” પર ક્લિક કરો
તમારું રજીસ્ટ્રેશન નંબર ભરો
જો રજીસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોવ તો “Know Your Registration Number” પસંદ કરો
તમારું આધાર નં. કે મોબાઈલ નં. નાખી OTP મેળવો
Consent વાંંચી અનુમતિ આપો
કૅપ્ચા ભરો અને OTP દ્વારા ફોર્મ સબમિટ કરો
જો અયોગ્ય ખેડૂતોએ રકમ લીધી છે તો સરકાર નાણાંની વસુલાત કરી શકે છે.