Union wellness deposit scheme: 18 થી 75 વર્ષની વયના લોકો માટે આ એક્સક્લૂસિવ યોજના
Union wellness deposit scheme: નાણાંની સલામતી અને વધારાની આવક શોધતા રોકાણકારો માટે ખુશખબર છે. ભારતની એક મુખ્ય સરકારી બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા એ પોતાના ગ્રાહકો માટે નવી ટર્મ ડિપોઝિટ યોજના “યુનિયન વેલનેસ ડિપોઝિટ સ્કીમ” શરૂ કરી છે. આ યોજના એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેમાં રોકાણકારોને નફાની સાથે આરોગ્ય વીમાનો પણ લાભ મળે છે.
યોજનાના મુખ્ય લક્ષણો:
યોજનાનું નામ: યુનિયન વેલનેસ ડિપોઝિટ સ્કીમ
રોકાણ રકમ: ₹10 લાખથી ₹3 કરોડ સુધી
ઉંમર મર્યાદા: 18થી 75 વર્ષની વયના કોઈપણ વ્યક્તિ માટે
કાર્યકાળ: 375 દિવસ
વ્યાજ દર: 6.75% વાર્ષિક
વરિષ્ઠ નાગરિકો માટે વધારાનું વ્યાજ: 0.50% વધુ
નફા સાથે વીમાનો લાભ
આ સ્કીમમાં ફિક્સ ડિપોઝિટ કરનારાઓને ફક્ત નક્કી વ્યાજ જ નહીં મળે, પણ તેની સાથે હેલ્થ ઈન્શ્યોરન્સ કવરેજ પણ આપવામાં આવશે. એટલે કે તમારી બચતમાંથી નફો મેળવતાં સાથે કોઈ પણ તાકીદની તબિબની સ્થિતિમાં બીમાની સુરક્ષા પણ મળશે.
યોજનાનો લાભ કોણ લઈ શકે?
જે કોઇ વ્યક્તિની ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે છે
રોકાણકર્તાઓ જે લાંબા ગાળાના સુરક્ષિત અને નિશ્ચિત વળતર જોઈ રહ્યા છે
વરિષ્ઠ નાગરિકો, જેમને વધારાનું વ્યાજ મળશે
શા માટે પસંદ કરો આ યોજના?
બેંકના વિશ્વાસ સાથે તમારા નાણાંનું સલામત રોકાણ
નક્કી વ્યાજ દરથી નફો
આરોગ્ય સંબંધિત ખર્ચ સામે વીમાની સુરક્ષા
ઓછા સમયમાં સારું વળતર
જો તમે એફડી (FD) કરવાનું વિચારી રહ્યા છો અને સાથે આરોગ્યની સુરક્ષાને પણ મહત્વ આપો છો, તો યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની આ નવી “યુનિયન વેલનેસ ડિપોઝિટ સ્કીમ” તમારું શ્રેષ્ઠ પસંદગી બની શકે છે. લાભ લેવા માટે નજીકની યુનિયન બેંકની શાખામાં સંપર્ક કરો અથવા બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી મેળવો.