YouTube ના નિયમો આજથી બદલાયા, હવે માત્ર ઓરિજિનલ કન્ટેન્ટ જ ચાલશે!

Roshani Thakkar
3 Min Read

YouTube: નકલ કરેલા વીડિયો પર થશે કાર્યવાહી, ક્રિએટર્સ માટે નવી ગાઇડલાઇનજારી

YouTube: 15 જુલાઈથી યૂટ્યુબના મોનેટાઇઝેશન સિસ્ટમમાં મોટો બદલાવ આવ્યો છે. હવે કંપની મૂળ (ઓરિજિનલ) અને ઉચ્ચ મૂલ્યવાળા કન્ટેન્ટને પ્રોત્સાહન આપશે. જ્યારે AI દ્વારા બનાવેલા વીડિયો દ્વારા કમાણી કરતા યુઝર્સ માટે નિયમ કડક કરવામાં આવ્યા છે.

YouTube: એક જ વીડિયો વારંવાર અપલોડ કરનારાઓ અને AI જનરેટેડ કન્ટેન્ટનો ઉપયોગ કરનાર ચેનલ્સને ડીમોનેટાઇઝ કરવામાં આવશે. જે ક્રિએટર્સ પોતે કન્ટેન્ટ બનાવે છે, તેવા યુઝર્સ પર આ નવા નિયમોનો કોઈ નકારાત્મક અસર નહિ પડે.

શું તમે પણ YouTube પર AI ની મદદથી વીડિયો બનાવીને પૈસા કમાઈ રહ્યા છો અથવા એ કરવાનો વિચાર છે? તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. YouTube આજે તેના મોનેટાઈઝેશન સિસ્ટમમાં મોટો બદલાવ લાવી રહ્યો છે. આ નવો નિયમ આજે એટલે કે 15 જુલાઈથી લાગુ થઈ ગયો છે.

આ બદલાવ મુજબ, YouTube હવે માત્ર ઓરિજિનલ અને હાઇ વેલ્યુ કન્ટેન્ટને જ પ્રોત્સાહન આપશે.

YouTube

પાછલા થોડા સમયથી જોવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો AIની મદદથી વીડિયો બનાવીને સારી કમાણી કરી રહ્યા છે, જેના કારણે મૂળ કન્ટેન્ટ બનાવતા ક્રિએટર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે કંપનીએ પોતાની મોનેટાઈઝેશન નીતિમાં ફેરફાર કર્યો છે.

નવો બદલાવ શું છે?

યૂટ્યુબ હવે એવા ચેનલ્સ સામે કડક પગલાં લેશે જે એક જ વીડિયોને વારંવાર અપલોડ કરે છે. કેટલીક ચેનલ્સ માત્ર વ્યૂઝ અને જાહેરાતની આવક માટે દરરોજ દસથી વધુ વીડિયો પોસ્ટ કરે છે. જ્યારે કેટલીક ચેનલ્સ માનવ પ્રયત્ન વિના અને કોઈ ખાસ મૂલ્ય વિના સંપૂર્ણ રીતે AI જનરેટેડ કન્ટેન્ટનો ઉપયોગ કરે છે.

હવે નવા નિયમો મુજબ આવી પ્રવૃત્તિઓને “સ્પેમ” અને “કૃત્રિમ પ્રવૃત્તિ” તરીકે ગણવામાં આવશે અને આવા ચેનલ્સને ડિમોનેટાઇઝ કરી દેવામાં આવશે.

નિયમોમાં બદલાવ શા માટે કરાયો?

હકીકતમાં, છેલ્લા થોડા સમયથી જોવા મળ્યું છે કે ઘણા લોકો YouTube પર દરરોજ AIનો ઉપયોગ કરીને દર્જનો વીડિયો અપલોડ કરી રહ્યા છે. આ વીડિયો સંપૂર્ણપણે AI દ્વારા તૈયાર કરવામાં આવે છે — જેમાં વપરાતી અવાજ, સ્ક્રિપ્ટ અને વિઝ્યુઅલ પણ AI દ્વારા જ બનાવવામાં આવ્યા હોય છે.

YouTube

આવા વીડિયો જોવામાં ભલે અસલી લાગે, પરંતુ તેઓ પૂર્ણપણે કૃત્રિમ બુદ્ધિ દ્વારા તૈયાર થયેલા હોય છે.

આજ સ્થિતિને ધ્યાનમાં રાખીને YouTubeએ પ્લેટફોર્મને વધુ ગુણવત્તાવાળું અને વિશ્વસનીય બનાવવાનું ઉદ્દેશ રાખી, તથા AI જનરેટેડ વિડિઓઝના દુરુપયોગથી બચવા માટે નવી નીતિ અમલમાં મૂકી છે.

શું બધા ચેનલ્સ પર અસર પડશે?

યૂટ્યુબએ સ્પષ્ટ કર્યું છે કે જે સર્જકો પોતે કન્ટેન્ટ બનાવે છે, પોતાની સ્ક્રિપ્ટ, અવાજ અને સંશોધન આધારિત વિડિઓ તૈયાર કરે છે અને દર્શકોને ઉચ્ચ ગુણવત્તાનું કન્ટેન્ટ આપે છે, તેઓ માટે કોઈ બદલાવ લાગુ નહીં પડે.
એવા સર્જકો મોનેટાઇઝેશનનો લાભ લઈ રહ્યાં હતાં.

TAGGED:
Share This Article