ચમકતા વિમાન પાછળ છુપાયેલું સુરક્ષાનું ભયાનક સત્ય?
અમદાવાદમાં થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર ભારતીય વિમાની સુરક્ષાને ઘેરાઈ લીધું છે. એર ઇન્ડિયાની બોઇંગ 787-8 વિમાન, જે અમદાવાદથી લંડન ગેટવિક જવા માટે ઊડી હતી, તે ટેકઓફ થયા પછીના થોડા સેકંડમાં જ ક્રેશ થઇ ગઈ. આ દુર્ઘટનામાં 241 મુસાફરોનાં જીવ ગયા અને નીચે જમીન પર પણ 19 લોકોનો ભોગ લેવાયો.
પરંતુ પ્રશ્ન માત્ર આ એક દુર્ઘટનાનો નથી…
લોકલસર્કલ્સ દ્વારા કરવામાં આવેલ તાજેતરના સર્વેમાં, 44,000થી વધુ મુસાફરોમાંથી 76%એ માન્યું કે ભારતીય એરલાઇન્સ કંપનીઓ સુરક્ષાની બદલે તેમના પબ્લિસિટી અને માર્કેટિંગ પર વધારે ખર્ચ કરે છે.
શું દરેક ફ્લાઇટ જોખમ બની ગઈ છે?
ગત 3 વર્ષમાં 64% મુસાફરો એવાં અનુભવોમાંથી પસાર થયા છે જેમાં ટેકઓફ, લેન્ડિંગ કે ફ્લાઇટ દરમ્યાન તેઓએ જોખમી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો.
માત્ર સોમવારના દિવસે ત્રણ મોટી ઘટનાઓ બની:
કોચીથી મુંબઈ જતી ફ્લાઇટ રનવે પરથી ખસીને બહાર નીકળી ગઈ
દિલ્હીથી કોલકાતાની ફ્લાઇટ ટેક્નિકલ ખામીના કારણે રદ થઈ
ગોવા થી પુણે જતી સ્પાઈસજેટની ફ્લાઇટની બાહ્ય ખિડકી હવામાં તૂટી ગઈ
શું મુસાફરો હવે દરેક ઉડાન માટે ‘પ્રાર્થના’ સાથે ટિકિટ બુક કરે?
પબ્લિસિટી સામે સુરક્ષા – આંકડાઓ શું કહે છે?
સર્વે મુજબ:
43% લોકોએ કહ્યું કે બધી કંપનીઓ પબ્લિસિટી પર વધારે ખર્ચ કરે છે
33%એ કહ્યું કે કેટલીક કંપનીઓ એવું કરે છે
માત્ર 11%એ કહ્યું કે એવું નથી થતું
તો શું એરલાઇન્સને હવે ચમકદાર ઇમેજ કરતા મુસાફરોની સલામતી ઉપર ધ્યાન આપવું જોઈએ?
પ્રવાસીનો વિશ્વાસ – હવે કેટલી વેલ્યૂ ધરાવે છે?
આ પ્રશ્ન હવે સરળ છે: એક મુસાફરનો જીવ વધારે કિંમતી છે કે કંપનીનો બ્રાન્ડ?
શું કોઈ એરલાઇન્સ “Zero Compromise on Safety” ની શાબ્દિક માન્યતા પણ ધરાવે છે?
કે પછી એ તો એક નવો અકસ્માત થવાનું રાહ જુએ છે?