ઝોમેટોએ તહેવારોની સિઝન પહેલા આપ્યો મોટો ઝટકો: પ્લેટફોર્મ ફીમાં 20%નો વધારો
ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી કંપનીઓએ તહેવારોની સીઝન પહેલાં પોતાની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે, જેના કારણે ગ્રાહકોએ હવે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
ઝોમેટો પર ફૂડ ઓર્ડર કરવું મોંઘું બન્યું
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેની પ્લેટફોર્મ ફીમાં 20%નો વધારો કર્યો છે. હવે ગ્રાહકોએ દરેક ઓર્ડર પર 10 રૂપિયાને બદલે 12 રૂપિયા ચૂકવવા પડશે. આ ફી વધારો દેશભરના એ તમામ શહેરોમાં લાગુ થયો છે જ્યાં ઝોમેટો કાર્યરત છે. કંપનીએ માર્જિન સુધારવા અને નફાકારકતા વધારવા માટે આ પગલું ભર્યું છે.

ઝોમેટોની ફીમાં સતત વધારો
ઝોમેટોએ સૌપ્રથમ ઓગસ્ટ 2023માં 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી. ત્યારથી તેમાં ઘણી વાર વધારો કરવામાં આવ્યો છે. 2023માં તેને વધારીને 3 અને પછી 4 રૂપિયા કરવામાં આવી હતી. ડિસેમ્બર 2023માં તે કામચલાઉ રીતે 9 રૂપિયા થઈ, અને ઓક્ટોબર 2024માં તહેવારોની સીઝન દરમિયાન તેને 10 રૂપિયા કરવામાં આવી.

સ્વિગીએ પણ ફી વધારી
ઝોમેટોની હરીફ કંપની સ્વિગીએ પણ ગયા મહિને પ્લેટફોર્મ ફીમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો, જેના કારણે તેની ફી 12 રૂપિયાથી વધીને 14 રૂપિયા થઈ ગઈ છે. સ્વિગીએ ગ્રાહકો તરફથી તહેવારોની સીઝન દરમિયાન વધતી માંગને આ વધારાનું કારણ ગણાવ્યું હતું.
પ્લેટફોર્મ ફીમાં અચાનક વધારો
છેલ્લા બે વર્ષમાં સ્વિગીએ તેની પ્લેટફોર્મ ફીમાં 600%નો જંગી વધારો કર્યો છે. એપ્રિલ 2023માં સ્વિગીની ફી 2 રૂપિયા હતી, જે જૂલાઈ 2024માં 6 રૂપિયા, ઓક્ટોબર 2024માં 10 રૂપિયા અને હવે 14 રૂપિયા થઈ ગઈ છે. સ્વિગીનો દાવો છે કે તે દરરોજ 20 લાખથી વધુ ઓર્ડર પ્રોસેસ કરે છે, અને આ ફી વધારાથી કંપનીને દરરોજ કરોડો રૂપિયાની વધારાની આવક થાય છે. આ વધારો સીધો ગ્રાહકોના ખિસ્સા પર બોજ મૂકી રહ્યો છે.
જો કે, ઘણા ગ્રાહકો હવે સોશિયલ મીડિયામાં ફરિયાદ કરી રહ્યાં છે કે “ફૂડ ઓર્ડર કરતાં મેનુથી વધુ બિલ ફીથી આવે છે!”
જ્યારે આ કંપનીઓ માટે આ એક નફાકારક નિર્ણય છે
