નિયમિત લવિંગનું પાણી પીવાથી શું ફાયદા થાય? સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેમાં આવશે જબરદસ્ત સુધારો.
લવિંગનું પાણી તમારા શરીરને અંદરથી ડિટોક્સ કરવા સાથે ત્વચાને પણ યુવાન રાખે છે. રોજિંદા જીવનમાં આ આદત અપનાવી જુઓ, પછી જુઓ કે સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેમાં કેવો ફરક દેખાવા લાગે છે.
આપણા બધાના રસોડામાં લવિંગ (Clove) ચોક્કસ હોય છે. મોટાભાગે તેને માત્ર ચામાં નાખીને સ્વાદ અને સુગંધ વધારવા પૂરતું જ મર્યાદિત માનવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડી લવિંગ જો રોજ પાણીમાં ઉકાળીને પીવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ‘નેચરલ ટોનિક’ સાબિત થઈ શકે છે?
ડૉક્ટરો અને આયુર્વેદિક નિષ્ણાતો માને છે કે લવિંગમાં હાજર એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને મિનરલ્સ તમારા શરીરને બીમારીઓથી બચાવવા અને ત્વચાને યુવાન જાળવી રાખવાની શક્તિ ધરાવે છે. ચાલો જાણીએ લવિંગના પાણીના 5 મોટા ફાયદા.
લવિંગના પાણીના 5 મુખ્ય ફાયદા
1. ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો
લવિંગમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ફ્રી-રેડિકલ્સ સામે લડે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. રોજ આ પાણી પીવાથી કરચલીઓ મોડેથી આવે છે, ફાઇન લાઇન્સ ઓછી દેખાય છે અને ત્વચા યુવાન તેમજ ચમકદાર લાગે છે.
2. લિવરને કરે છે ડિટોક્સ
લવિંગનું પાણી તમારું પાચન સુધારે છે અને લિવરને સાફ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા ડિટોક્સિફાઇંગ ગુણ લિવરમાંથી ઝેરી તત્વો (Toxins) ને બહાર કાઢે છે. તેને તમે નેચરલ લિવર ક્લીન્ઝર કહી શકો છો.
3. ઇમ્યુનિટી અને ઊંઘ બંને સુધારે
લવિંગનું પાણી બેક્ટેરિયા અને ચેપથી બચાવવાની સાથે-સાથે ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે. તેની બળતરા વિરોધી (Anti-inflammatory) અને ચિંતા-વિરોધી (Anti-anxiety) અસર ચેતાતંત્રને શાંત કરે છે, જેનાથી તણાવ ઓછો થાય છે અને ઊંડી ઊંઘ આવે છે.
4. વજન ઘટાડવામાં મદદગાર
સવારે ખાલી પેટે લવિંગનું પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપી થાય છે અને ચરબી (ફેટ) ઝડપથી બર્ન થાય છે. સ્થૂળતાથી પરેશાન લોકો માટે આ એક સસ્તો અને અસરકારક ઉપાય છે.
5. દાંત અને પેઢાં થશે મજબૂત
લવિંગને હંમેશાથી દાંતના દુખાવા અને પેઢાના રોગો માટેના ઘરેલું ઉપચાર તરીકે માનવામાં આવે છે. લવિંગનું પાણી મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને બેક્ટેરિયાને વધવા દેતું નથી.