રિઝર્વ બેંક પાંચ માર્ચના રોજ યસના ખાતાધારકો પર ૫૦,૦૦૦ રૃપિયાથી વધુના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ આજથી દુર કરી દેવામાં આવ્યો છે. સાંજે ૬ વાગ્યે યસ બેંકના તમામ એટીએમ રોકડ રકમથી ભરી દેવામાં આવશે. તમામ શાખાઓમાં પણ રોકડની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યસ બેંકમાં રોકડ તરલતા અંગે કોઇ સમસ્યા રહેશે નહીં.
કુમારે વધુમાં જણાવ્યું હતું કે સરકાર, આરબીઆઇ અને અન્ય નાણાકીય સંસ્થાઓની મદદથી ફક્ત ૧૩ જ દિવસમાં બેંકની નાણાકીય કટોકટી દૂર કરવામાં સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે આઇસીઆઇસીઆઇ બેંકે ૧૦૦૦ કરોડ રૃપિયા, એચડીએફસીએ ૧૦૦૦ કરોડ રૃપિયા, એકિસસ બેંકે ૬૦૦ કરોડ રૃપિયા, કોટક મહિન્દ્રા બેંકે ૫૦૦ કરોડ રૃપિયા, બંધન બેંક ૩૦૦ કરોડ રૃપિયા, ફેડરલ બેંકે ૩૦૦ કરોડ રૃપિયા, આઇડીએફસી ફર્સ્ટ બેેંકે ૨૫૦ કરોડ રૃપિયાનું યસ બેંકમાં રોકાણ કર્યુ છે. એસબીઆઇએ યસ બેંકમાં ૬૦૫૦ કરોડ રૃપિયાનું રોકાણ કર્યુ છે.