કોરોનાના વાયરસને કારણે કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગે આ તમામ હેરિટેજ જગ્યાઓ પર પ્રવેશ બંધ કરી દીધો છે. શહેરની પ્રખ્યાત જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, રાણી સીપ્રીની મસ્જિદ તથા મિર્ઝાપુર પાસેની મસ્જિદ કેન્દ્રીય પુરાતત્ત્વ ખાતા હેઠળ આવતી હોવાથી અહીં 31 માર્ચ સુધી પ્રવેશ બંધ કરાયો છે.
બીજી તરફ મુસ્લિમ બિરાદરોને તેમાં નમાઝ માટે જવા દેવામાં આવવા જોઇએ તેવી માગ કોંગ્રેસ લઘુમતી સેલના બદરૂદ્દીન શેખે કરી છે. નોંધનીય છે કે, આ મસ્જિદો પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવે છે જ્યાં મહત્તમ વિદેશી તેમજ અન્ય પર્યટકો તેની મુલાકાત લેતા હોય છે.
ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 123 કેસો પોઝીટિવ કેસો સામે આવ્યા છે. આ દરમિયાન ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય તેમજ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાથી રાજ્યના વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સાસણ-ગીર અભયારણ્ય અને દેવળિયા ગીર સિંહદર્શન 17 માર્ચથી 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં કોરોના વાઈરસને લઈને કોર્પોરેશન સક્રિય બન્યું છે. કોરોનાનાં લક્ષણો જણાય તો 104ને ફોન કરવાથી ઘરેબેઠાં માસ્ક અને સેનેટાઈધર આવી જશે. અમદાવાદમાં કાકરિયા પ્રણી સંગ્રહાલય પણ 2 સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યું છે.
રોના વાયરસને કારણે ફેલાયેલા ભારે સંકટને કારણે તાજમહેલને બંધ કરવામાં આવ્યો છે. સંસ્કૃતિ મંત્રાલય કહે છે કે, અંદાજિત તાજ મહેલ જોવા માટે દરરોજ 10 હજારથી વધુ લોકો આવે છે, તેથી તેને બંધ કરવું જરૂરી હતું. અગાઉ, ભારત સરકારે જાહેરાત કરી હતી કે ભારતના પુરાતત્ત્વીય સર્વે દ્વારા સંચાલિત તમામ સ્મારકો અને સંગ્રહાલયો લોકોને સલામત રાખવા માટે દેશભરમાં બંધ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદ પટેલે કહ્યું કે 31 માર્ચ સુધી તમામ 143 સ્મારકો અને સંગ્રહાલયો બંધ કરી દેવામાં આવ્યા છે.