કોરોના વાયરસને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં કયા બ્લડ ગ્રુપનાં લોકોને કોરોના વાયરસ થવાનો ખતરો વધારે હોય છે તે જાણવામાં આવ્યું છે આ અંગે કયા બ્લડ ગ્રુપનાં લોકોને સૌથી વધારે કોરોના વાયરસનું સંક્રમણ થાય છે તે અંગે કરવામાં આવેલ રિસર્ચમાં સામે આવ્યું કે ‘O’ બ્લડગ્રુપવાળાની તુલનામાં ‘A’ બ્લડગ્રુપનાં લોકોને કોરોના વાયરસથી વધારે જોખમ છે.
ચીનનાં વુહાન શહેરમાં આ રિસર્ચ કરવામાં આવ્યું છે. વુહાનથી જ કોરોનાનો વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. વુહાનમાં કરવામાં આવેલાં રિસર્ચમાં જાણવા મળ્યું કે ‘A’ બ્લડગ્રુપવાળા લોકોને કોરોના વાયરસથી વધારે સાવચેત રહેવાના જરૂરત છે. જ્યારે જેનું બ્લડગ્રુપ ‘O’ છે તે કોરોના વાયરસનો સારી રીતે સામનો કરી શકે છે. કોરોના વાયરસને લઈને આ રિસર્ચ ચીનનાં વુહાન અને શેન્જેન શહેરમાં કરવામાં આવ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે, મરાનારા લોકોમાં ‘A’ બ્લડગ્રુપનાં લોકોની સંખ્યા વધારે છે. આ સાથે જ ‘A’ બ્લડગ્રુપનાં લોકો આ વાયરસથી વધારે સંક્રમિત થયાં છે. રિસર્ચમાં એમ પણ જાણવા મળ્યું કે, જે લોકોનું બ્લડગ્રુપ ‘O’ છે તેની સંખ્યા મરાનારા લોકોમાં ઘણી ઓછી છે.