કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને હવે આ સંખ્યા 159 થઇ ગઇ છે. જેમાં 25 વિદેશી છે જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 44 પોઝિટિવ કેસ છે. વડાપ્રધાન મોદી ગુરૂવાર રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે. પીએમ મોદીએ કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા માટે એક બેઠક પણ બોલાવી છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત પણ રાત્રે 8 વાગ્યે કરી હતી. હવે જોવુ રહ્યું કે કોરોના વાયરસને પગલે મોદી કઇ જાહેરાત કરે છે.
કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે રાજસ્થાનની ગહેલોત સરકારે મોટુ પગલુ ભર્યુ છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં મળેલી બેઠકમાં રાજ્યમાં 31 માર્ચ સુધી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે મીટિંગમાં કહ્યું કે, જનતાનું જીવન અમારી માટે મહત્વપૂર્ણ છે, કોરોના વાયરસને રોકવા માટે કલમ 144 લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં પાંચથી વધુ વ્યક્તિ એક સાથે બહાર નહી નીકળી શકે.