દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ઉપરના માળેથી નીચે પડતા કોરોના ગ્રસ્ત વ્યક્તિનું મોત થયું છે. તેણે હોસ્પિટલના ઉપરના માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ આજે જ ઓસ્ટ્રેલિયાના સીડનીથી ભારત પાછો આવ્યો હતો. દિલ્હી પોલીસે આ અંગેની ખાતરી આપતા જણાવ્યું હતું કે, આ દર્દીને આજે સવારે 9 વાગ્યે હોસ્પિટલમાં ભરતી કરાયો હતો. આ શખ્સ મૂળ પંજાબનો રહેવાસી છે. જેને હોસ્પિટલના સાતમાં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
દુનિયામાં કોરોનાથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા બુધવાર સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7,965 થઈ ગઈ છે. 81,743 લોકોનેઈન્ફેક્શન થયા પછી તેઓ સાજા થઈ ગયા છે. વિશ્વભરમાં કોરાના (corona) થી 2 લાખ લોકો સંક્રમિત થયા છે. ફ્રાંસની દવા કંપની સનોફી અને અમેરિકાની દવા કંપની રેજરરોને દાવો કર્યો છે કે, નવી દવા કેવજરાનું ક્લિનીક પરીક્ષણ શરૂ કરી દેવાયું છે. રશિયામાં પણ વૈજ્ઞાનિકોની ટીમે ટીકાકરણ શરૂ કરી દીધું છે. તહેરાકમાં સર્વોચ્ચય નેતા અયાતુલ્લા ખોમનેઈએ કોરોના વાયરસને પગલે અનાવશ્યક યાત્રા પર પાબંદીનો આદેશ કર્યો છે. ભારતમાં સતત કેસો વધી રહ્યાં છે. આંક 152એ પહોંચ્યો છે.